Thursday, December 2, 2010

કરકરી ફૂલઝડી

સામગ્રી :
૨૫૦ ગ્રામ મેંદો,
૭૫ ગ્રામ રવો,
૩/૪ ચમચી મીઠું,
૬૦ ગ્રામ તેલ,
૧ ચમચો દહીં,
૧/૪ ચમચી અજમો,
ચપટી બેકિંગ પાઉડર.
પૂરણ માટેની સામગ્રી :
૨ ચમચા નાળિયેરની છીણ,
૧ ચમચો વેસણ,
૨ ચમચા મગફળીનો પાઉડર,
૧ ચમચો તલ,
૧/૪ ચમચી ગરમ મસાલો,
ચપટી લાલ મરચું,
૧/૪ ચમચી મીઠું,
૧ ચમચી તેલ,
તળવા માટે પ્રમાણસર તેલ.
રીત :
રવા, મેંદા, બેકિંગ પાઉડર અને મીઠાને ચાળી નાખો. તેમાં અજમો અને તેલ સારી રીતે ભેળવી, દહીં નાખો. થોડું થોડું પાણી રેડી મેંદાના આ મિશ્રણને ખૂબ ગુદ્યા પછી ઢાંકીને મૂકી રાખો. પૂરણ તૈયાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં વેસણ આછું બ્રાઉન થાય ત્‍યાંસુધી શેકો. હવે તેમાં નાળિયેરની છીણ, તલ, મગફળીનો પાઉડર, મીઠું તથા મસાલો નાખી, સારી રીતે મિક્સ કરી દો. તૈયાર કરેલ મેંદાના લોટના નાના નાના લૂઆ બનાવી પાતળા વણી નાખો. તેમાંથી ચપ્‍પુથી લગભગ ૨ ઈંચ જેટલી લંબાઈની ડાંડલીઓ કાપો. સાથોસાથ ઉપર લગભગ ૩ ગણી પહોળી અને ૨ ઈંચ લાંબી પટ્ટી કાપી નાખો. આ પહોળા ભાગની વચ્‍ચે થોડું પૂરણ મૂકી, ચારે બાજુ પાણી લગાવી સારી રીતે ચિપકાવી દો, પછી તેને લાંબી ફૂલઝડી જેવો આકાર આપી દો. આવી રીતે બધી ફૂલઝડીઓ તૈયાર કરી કડાઈમાં તેલ ગરમ કરો. થોડું પાડી મધ્‍યમ આંચ પર ફૂલઝડીઓનો આછો બ્રાઉન રંગ થાય, ત્‍યાંસુધી તળી નાખો. ઠંડી થાય પછી તેને ઍરટાઈટ ડબામાં ભરી દો.

No comments: