સામગ્રી :
૫૦૦ ગ્રામ માવો,
૨૫૦ ગ્રામ ખાંડ કે દળેલ ખાંડ,
૧/૨ કપ નાળિયેરની છીણ,
૧ ગાજરની છીણ,
૨૫ ગ્રામ કોકો પાઉડર,
સજાવટ માટે થોડાં કાજુ-બદામ.
રીત :
ખાંડ અને માવાના ૩-૩ ભાગ કરો. ગાજરની છીણને ૧ ભાગ ખાંડમાં ભેળવી ચડવા દો. પાણી શોષાઈ જાય એટલે તેમાં ૧ ભાગ માવો ભેળવી મિક્સ કરો. બરાબર ચડી જાય એટલે તેને ચીકાશવાળી થાળીમાં પાથરી દો. હવે માવાના બીજા ભાગમાં નાળિયેરની છીણ અને ૧ ભાગ ખાંડ નાખી શેકો. બરાબર શેકાઈ જાય પછી ગાજરના થર પર આ મિશ્રણ પાથરો. હવે માવાનો ત્રીજો ભાગ કડાઈમાં નાખી તેમાં ખાંડ તથા કોકો પાઉડર ભેળવીને શેકો, ત્યારબાદ તેને પણ નાળિયેરના થર પર પાથરી દો. આમ, ત્રણે મિશ્રણના થર કર્યા બાદ ઠંડું થાય એટલે કોઈ ગોળ ઢાંકણાથી પેંડા કાપી, કાજુ-બદામથી સજાવો.
Thursday, December 2, 2010
ત્રિરંગી પેંડા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment