Thursday, December 2, 2010

ફુલેવર વટાણા ટમેટાંનું શાક

સામગ્રીઃ
૫૦૦ગ્રા.ફુલેવર,
પ૦ગ્રા. મરચાં,
૨૫૦ગ્રા. વટાણા,
૩૦૦ગ્રા. ટમેટાં,
૨૫૦ગ્રા. કાંદા,
કોથમીર, તેલ,મીઠું.
રીતઃ
ફુલેવરના જુદા કરેલા ટુકડા અને ટમેટાને વરાળથી બાફી લો. ટમેટમને બાફી ક્રશ કરી લો.ફોલેલાં વટાણાં, મરચાં, કોથમીર, મીઠુંવાટીને નાખો. કાંદો સમારો.તપેલીમાં તેલ મૂકી કાંદા સાંતળી, લાલાશ પડતા થાય ત્‍યારે કાઢો. ટમેટાના રસામાં બાફેલ ફુલેવર, વટાણાનો વાટેલ મસાલો નાખી તાપ ઉપર મૂકો.જરા ઘટ્ટ થવા આવે ત્‍યારે ઉતારી, તેના ઉપર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવો.

પોષકતાઃ
આમાં ૨૫૦૦કેલરી છે. ફુલેવરમાં વિટામિન ‘બી’અને ‘સી’ની અધિકતા છે. વળી લોહનું તે સારું સાધન છે. કોબીજ કરતાં ફુલેવર પચવામાં સરળ છે.

No comments: