Thursday, December 2, 2010

ફણગાવેલ મગનું શાક

સામગ્રીઃ
૪૫૦ગ્રામ મગ,
તેલ, મરચું, હિંગ,
લીલા મરચાં,
ધાણાજીરું, લીંબુ,
મીઠું, રાઈ, ખાંડ,
લીલી હળદર
બનાવવાની રીતઃ
મગને સાફ કરી નવશેકા પાણીથી સવારે પલાળી, સાજે તેને ચાળણીમાં નાખી ઢાંકણ ઢાંકી દો.સવારે મગને ફણગા ફૂટશે, તેને ચાળણીથી ઢાંકી દઈ, થાળી રાખો.તેમાં વાટેલ લીલાં મરચાં, મરચું, મીઠું, ખાંડ, હળદર મસાલો ભેળવી વાસણમાં તેલ મૂકી, ગરમ થાય ત્‍યારે રાઈ-હિંગ નાખી મગ વઘારો.મગ ચડે તેટલું પાણી નાખો. તે ચડી જાય ત્‍યારે તેમાં લીંબુ નિચોવી ખાવાના ઉપયોગમાં લો.
પોષકતાઃ
આમાં ૨૦૦૦ કેલરી છે. આયુર્વેદમાં કઠોળ સાથે દૂધ ખાવાની મનાઈ છે. અઠવાડિયાની આહાર યોજનામાં બે – ચાર ટંક મગની વાનગી હોય તો સારું, કઠોળ ભારે હોવાથી રાત્રે ખાઈને સૂઇ જવાનું હોવાથી તે બરાબર પચતા નથી.

No comments: