સામગ્રી :
૨૦૦ ગ્રામ ચણાનીદાળ,
૧ મોટું બાફેલું બટાકું,
૫૦ ગ્રામ પનીર,
૨ મોટાં બારીક સમારેલાં લીલાં મરચાં,
થોડી બારીક સમારેલી કોથમીર,
૧ બારીક સમારેલી ડુંગળી,
૧/૨ ચમચી સંચળ,
૧/૨ ચમચી મીઠું,
૧/૨ ચમચી મરી,
૧/૨ ચમચી મરચું,
૧/૨ ચમચી શેકેલું જીરું,
૧/૨ નાની ચમચી ચાટમસાલો,
૧ લીંબુ, ૨ મોટા ચમચા આમલીનું પાણી,
૨ મોટા ચમચા લીલા ફુદીનાની ચટણી.
રીત :
ચણાની દાળને ધોઈને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે દાળ ફૂલી જાય એટલે તેને ભીના કપડામાં બાંધીને ફરી આખી રાત રહેવા દો. હવે બીજા દિવસે એક પ્લેટમાં કાઢી, સાફ પાણીથી ધોઈને સુકાવા દો અથવા ઈચ્છા હોય તો નૉનસ્ટિક પેનમાં શેકી નાખો. બટાકાની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરી દાળમાં ભેળવો. બારીક સમારેલી ડુંગળી અને પનીરના ચોરસ ટુકડાને પણ તેમાં ઉમેરો. બારીક સમારેલાં લીલાં મરચાં-કોથમીર તેમાં ભેળવી ઉપરથી સંચળ, મરી, મરચું, ચાટમસાલો, શેકેલું જીરું, આમલીનું પાણી તથા ફુદીનાની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી મહેમાનોને જમવા પીરસો.
Thursday, December 2, 2010
ફરસી ચણાદાળ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment