સામગ્રી :
૧ વાટકી રવો,
૧ વાટકી મેંદો,
૨ ૧/૪ વાટકી ખાંડ,
૧ વાટકી સમારેલો મિક્સ સૂકો મેવો,
૧ ચમચી એલચીનો પાઉડર,
૧/૪ વાટકી મોણ માટે,
તળવા માટે પ્રમાણસર ઘી.
સજાવવા માટેની સામગ્રી :
પિસ્તાંનો પાઉડર
રીત :
રવા તથા મેંદાને એક સાથે ચાળીને તેમાં ૧/૪ વાટકી ઘી નાખી કઠણ લોટ બાંધો. ૧/૨ વાટકી ખાંડની ત્રણ-તારી ચાસણી બનાવી તેમાં સમારેલો સૂકો મેવો તથા એલચીનો પાઉડર નાખી ડુબાડી રાખો. મેંદા તથા રવાના લોટની નાની પૂરીઓ વણી બંને હાથથી વાળી, વચ્ચે એક એક ચમચી ચાસણીમાં ડુબાડેલો માવો ભરી, કિનારીને દબાવીને ઘૂઘરાની માફક વાળી લો. એ પછી કડાઈમાં ઘી ગરમ કરી તૈયાર ઘૂઘરાને મધ્યમ આંચે તળી લો અને ઠંડા પડવા દો. ત્યાંસુધીમાં ૨ વાટકી ખાંડની ત્રણ-તારી ચાસણી અલગ કરી ઘૂઘરાને તેમાં ડુબાડીને બહાર કાઢી તેમના પર પિસ્તાંનો પાઉડર ભભરાવી દો, તેને સારી રીતે ચોંટવા દો. ૧૫-૨૦ મિનિટ પછી પીરસો.

No comments:
Post a Comment