સામગ્રી :
૧ કપ મેંદો,
૧/૨ કપ પાણી,
૧ મોટો ચમચો ઘી,
૫૦ ગ્રામ તલ,
૧૦૦ ગ્રામ ખાંડ,
૨૫ ગ્રામ નાળિયેરની છીણ,
૧/૨ કપ પાણી (ચાસણી બનાવવા માટે),
તળવા માટે ઘી અથવા તેલ.
રીત :
મેંદામાં ઘી નાખી ૧/૨ કપ પાણીથી કણક બાંધો. તલને કડાઈમાં શેકી નાખો. હવે ૧/૨ કપ પાણીમાં ખાંડ નાખી ચાસણી બનાવો. તેમાં શેકેલા તલ તથા નાળિયેરની છીણ પણ નાખી દો. મિશ્રણ સહેજ ઘટ્ટ થાય એટલે આંચ પરથી નીચે ઉતારી લઈ ઠંડું થવા દો. મેંદાના ૧૨-૧૪ જેટલા નાના લૂઆ બનાવો. તેમને ગોળ વણી બધામાં તલ-નાળિયેરનું થોડું થોડું મિશ્રણ ભરી કચોરી વાળો. ઘી ગરમ કરી તેમાં આ કચોરીને બદામી રંગની થાય ત્યાંસુધી તળો.
Thursday, December 2, 2010
તલની કચોરી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment