Thursday, December 2, 2010

પાલકની પૂરી

સામગ્રી :
૧૦૦ ગ્રામ પાલક,૧ મોટું ટામેટું,૧ મોટી ડુંગળી,
૧ કપ ચણાનો લોટ,૧/૨ કપ ચોખાનો લોટ,
૧ મોટું બટાકું,મોણ માટે ૨ ચમચા તેલ,૧/૨
ચમચી અજમો,૧/૨ ચમચી લાલ મરચું,૧/૨
ચમચી મીઠું,ચપટી હિંગ, તળવા માટે તેલ.
રીત :
પાલકને સમારીને બારીક વાટી નાખો. બટાકું બાફીને મસળી નાખો. ડુંગળી અને ટામેટું પણ છીણી નાખો. હવે બટાકું, ડુંગળી, ટામેટું, પાલક, ચણાનો લોટ, ચોખાનો લોટ, તેલ અને બધા મસાલા ભેગા કરી કઠણ લોટ બાંધી દો. લોટમાંથી ૧/૨ સે.મી. જાડો રોટલો વણી ગોળગોળ પૂરીઓ કાપી નાખો. એમાં ચપ્‍પુથી કે કાંટાથી કાણાં પાડી દો. ધીમી આંચે તેલમાં બદામી રંગની તળી નાખો. ઠંડી થાય એટલે ખાવ અને ખવડાવો.

No comments: