Thursday, December 2, 2010

ભરેલા પરવળ

સામગ્રીઃ
૪૫૦ગ્રા. પરવળ,
૨૨૫ગ્રા.બટાટા,
૩૦૦ગ્રા. ચણા-લોટ,
૧૫ગ્રા. લીલાં મરચાં,
૫૦ ગ્રા કાંદા,
મીઠું,કોપરું,રાઈ,
લીબું, કોથમીર,
હળદર, મરચું.
બનાવવાની રીતઃ
પરવળને ધોઈ આખા અથવા બે ટુકડા કરી અર્ધા ચઢે તેમ બાફો.બટાટા બાફી, છાલ કાઢી, છૂંદો કરો. કાંદા- આદું- મરચાં વાટી નાખો.તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી વઘાર થાય ત્‍યારે તેમાં છૂંદેલા બટાટા, વાટેલ મસાલો, હળદર, મીઠું – મરચું – લીંબુનો રસ નાખી રહેવા દો અને આ માવા વડે પરવળ ભરો.થોડું પાણી, મીઠું અને ચણાનો લોટ ભેળવી તૈયાર કરો.આ મિશ્રણમાં ભરેલા પરવળ બોળી, ગરમ તેલમાં તળો અથવા શાકની જેમ થવા દો.
પોષકતાઃ
આમાં ૨૫૦૦ કે. છે. ભાવમિશ્રના કથન અનુસાર પરવળ વીર્ય વધારનાર, અગ્નિ- પ્રદીપ્‍ત કરનાર અને કૃમિ મટાડનાર છે.

No comments: