Thursday, December 2, 2010

કોબીજ-બટાટાનું શાક

સામગ્રીઃ
૨૨૫ગ્રા. કોબીજ,
૨૨૫ગ્રા. બટાટા,
૫૦ગ્રા. કાદાં,
૩૦ગ્રા. ઘી,
લીલા મરચાં,
લીબું, જીરું,મીઠું,તેલ
બનાવવાની રીતઃ
શાકભાજીને સાફ કરી સુધારી નાખો.તેલ ગરમ કરી તેમાં જીરું અને સુધારેલ કાંદા નાખો.કાંદા ભૂરા રંગના થાય ત્‍યારે તેમાં કોબીજ, બટાટા, લીલા મરચાં અને મીઠું નાખો.શાકમાં મીઠું નાખી, થોડું પાણી નાખો. શાક સારી રીતે ચઢી ન જાય અને પાણી સુકાઈ ન જાય ત્‍યાં સુધી તેને પકાવો.પછી તેમાં લીબું નો રસ નિચોવી તાપ ઉપરથી ઉતારી લો.

પોષકતાઃ
આમાં ૯૦૦ કેલરી છે. કોબીજનાં કાપ્‍ટક દ્રવ્‍યો પાચનમાં મદદ કરે છે. તેમાં બટાટાનું જીરું આફરો અટકાવે છે.

No comments: