સામગ્રીઃ
૪૦૦ ગ્રા. અળવી પાન,
૪૦૦ગ્રા. ચણાનો લોટ,
૭૫ગ્રા. ઘઉંનો લોટ,
આદું, તલ, મીઠું,મરચું,
કોપરાનું છીણ,ધાણાજીરું,
તેલ,કોથમીર,આમલી,
હળદર,હિંગ,ગોળ.
બનાવવાની રીત(૫ વ્યકિત):
૧.ભૂરી દાંડીના પાનની નસો કાઢી, ધોઈ, કોરા કરો.
૨.ચણાના લોટમાં ઘઉંનો લોટ ભેળવી તેમાં ધાણા – જીરું, હળદર, મીઠું, મરચું, તલ ,ગોળ, આમલીનોરસ, આદું – મરચાંથી જાડું ખીરું બનાવો.
૩.પાટલા ઉપર લીસો ભાગ નીચે રહે તેમ પાન ગોઠવી, તેના ઉપર ખીરું લગાવો. પછી તેના ઉપર બીજું પાન ગોઠવી ખીરું લગાવો. તેના ઉપર ત્રીજું પાન ગોઠવી ખીરું લગાવો. આમ ચાર – પાંચ પડ કરી વીંટો વાળો. તેના ઉપર દોરી વીંટો. આમ ત્રણ – ચાર વીંટા કરો.
૪.આ વીંટાને વરાળથી બાફો, વીંટા બરાબર બફાયા પછી કાઢી લો. ઠંડા પડે, નાનાં – નાનાં પતીકાં કરો. તેને તેલમાં તળો કે વઘારો.
૫.તૈયાર થયે ચટણી કે સોસ સાથે ઉપયોગ કરો.
પોષકતાઃ
૨૫૦૦ કેલરીની આ વાનગી છે. વ્યકિત દીઠ ૫૦૦ કેલરી મળે છે. લીલોતરી શાકપાનમાં સેલ્યુલોઝ વધુ હોય છે. તેનો અવશેષ આંતરડામાં ભારની ગરજ સારતો હોઈ આંતરડાનું હલન – ચલન ઉશ્કરે છે; પરિણામે જાળ ધકેલાઈ દસ્ત સાફ આવે છે.
Thursday, December 2, 2010
અળવી નાં પાતરા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment