Thursday, December 2, 2010

મઠિયાં

સામગ્રી :
અડધો કિલો મઠની દાળનો બારીક લોટ,
100 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ,
1 ટેબલ સ્પૂન તલ,
1 ટી સ્પૂન અજમો, મીઠું, મરચું,
1 વાટકી સાકર,
તેલનું મોણ 2 મોટા ચમચા,
અડધી વાટકી તળવા માટે તેલ.
રીત :
સાકર અને અડધી વાડકી પાણી નાખી ગેસ પર મૂકી હલાવવું. સાકર ચોંટે નહીં તેનું ધ્યાન રાખો. 10 મિનિટ પછી (1 તારી ચાસણી) જેવું થાય એટલે નીચે ઉતારી ઠંડું થવા દેવું.એક થાળીમાં બન્ને લોટ, મોણ, મીઠું, મરચું, તલ, અજમો નાખી અલકોલા ગરમ સાકરવાળા પાણીથી લોટ બાંધવો. લોટ કઠણ બાંધવો. ત્યાર બાદ તેને લોખંડના દસ્તાથી ખાંડવો. સરસ એકસરખો થઈ જાય પછી તેને મસળીને વીંટાવાળી તેલવાળો હાથ કરીને છરીથી ગુલ્લા કરવા. ત્યાર બાદ તેને પાતળી પૂરી જેવા વણી લેવા અથવા તો કિચન પ્રેસમાં સહેજ તેલ લગાડી દાબીને પૂરી જેવા બનાવી લેવા. બધા તૈયાર થાય એટલે તળી લો. મઠિયાં ફૂલવા જરૂરી છે. પીળાચટાં અને ગળચટાં મઠિયાં કડક પણ થવાં જોઈએ.મઠિયાં ખરેખર મોઢામાંથી સ્વાદ છોડાય નહીં તેવાં બને છે.

No comments: