Thursday, December 2, 2010

પૌવા નાં ઇંસ્ટંટ વડા

સામગ્રી :

જાડા પૌંઆ- ૨૦૦ ગ્રામ
શેકેલાં શીંગદાણાનો અધકચરો ભુક્કો- ૧૦ ગ્રામ
આદું-મરચાંની પેસ્ટ- એક ચમચી
સમારેલી કોથમીર- અડધો કપ
સાકર- અડધી ચમચી
મીઠુ, તેલ


ખીરા માટે :

ચણાનો લોટ- ૧૦૦ ગ્રામ
હળદર- અડધી ચમચી
લાલ મરચું- એક ચમચી
મીઠું, પાણી જરૂર મુજબ.

રીત :

૧.પૌંઆ સાફ કરી, ચાળી, થોડું પાણી નાખી પાંચ મિનિટ પલાળવા. એમાં મીઠું, સાકર, શીંગદાણાનો ભુક્કો, કોથમીર, લીંબુનો રસ નાખી વડા બનાવવા.
ર.ચણાનાં લોટ માં જરૂર પુરતુ પાણી તથા મસાલો નાંખી ખીરુ તૈયાર કરવુ.
3.વડાને ખીરા માં બોળી ગરમ તેલમાં તળી, ચટણી સાથે સર્વ કરવા.

No comments: