Sunday, January 30, 2011

ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ

ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ



ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ






સામગ્રી :-


૧/૨ વાટકી ફણગાવેલા ઘઉં
૩/૪ વાટકી ચોખા
૨૫૦ ગ્રામ કોબીજ
૧ નંગ ડુંગળી
૧ નંગ ટમેટું
૧ નંગ લીલું મરચું
૩ – ૪ નંગ લવિંગ, તજ, એલચી
૧ નાનો ટુકડો આદુ
લીલા ધાણા
મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ


રીત :-


ઘઉંને ૮ કલાક પલાળ્યા પછી જાળી જેવા પાતળાં કપડામાં ૨૪ કલાક બાંધીને રાખી મૂકો, તેમાં અંકુર ફૂટી આવશે.
ચોખા ને ધોઈને થોડું પાણી લઈ પલાળો. કોબી, ટમેટું અને ડુંગળીને બારીક કાપી લો.
કોથમીરને ઝીણી સમારીને બાજુ પર રાખી દો.
એક કડાઈમાં થોડું ઘી અથવા તેલ લઈ તજ, લવિંગ અને એલચીનો વઘાર કરો. મરચાંને ઝીણું સમારીને નાખો.
ચોખામાંથી પાણી કાઢી લઈ તેને વઘારમાં નાખી શેકી લો. શેકાય જાય એટલે તેમાં ઘઉં તથા કોબીજ નાખી ફરી ૨ થી ૩ મિનિટ સુધી શેકો.
હવે તેમાં ૩ વાટકી પાણી ઉમેરો, ત્યારબાદ મીઠું, હળદર તથા ગરમ મસાલો નાખી હલાવી ઢાંકી દો. ઊકળી જાય એટલે ધીમા ગેસ પર રાખી ચડી જાય ત્યાં સુધી રાખો.


આ પુલાવને રાયતા કે ચટણી સાથે પણ પીરસી શકાય છે. પીરસતી વખતે લીલા ધાણા અને દાડમના દાણા નાખીને સજાવી શકાય.

ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી



ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી…







 સામગ્રી :-
૧ કપ મગની દાળ ફોતરાવાળી
૧ કપ ઘઉંના ફાડા
૧/૨ કપ બટાટા સમારેલા
૧ કપ લીલા વટાણા
૧ કપ ઝીણી સમારેલી ફણસી
૧/૨ કપ  ફણગાવેલા દેશી ચણા
૧/૪ કપ કૅપ્સિકમ ચોરસ ટુકડામાં સમારેલાં
૧ કપ સમારેલા કાંદા
૪ થી ૫ કળી લસણ
૧ ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
૧/૨ ચમચી મરી
૧/૨ ચમચી હળદર
૧ ચમચી મરચું
સ્વાદ અનુસાર મીઠું
વઘાર માટે :- ૧ ટુકડો તજ, ૩ લવિંગ, ૧ ચમચી જીરું, ૧/૪ ચમચી હિંગ, ૩ ચમચા ઘી.


રીત :-
સૌ પ્રથમ મગની દાળ અને ફાડાને ધોઈને અડધી કલાક પલળવા દો. પાણી નિતારીને બાજુ પર મૂકો. હવે પાંચ કપ પાણી ઉકાળીને રાખો. સમારેલી ફણસીને પાણીમાં બાફીને નિતારી લો. ત્રણ ચમચી ઘી કૂકરમાં મૂકી તેમાં તજ, લવિંગ જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં લસણની પૅસ્ટ નાખીને હલાવો, ત્યારબાદ કાંદા ઉમેરો ફરીથી થોડું હલાવી તેમાં દાળ, ફાડા અને સમારેલાં શાક અને મસાલો નાખી પાંચ થી છ મિનિટ સાંતળો. હવે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી, પ્રેશર કૂકર બંધ કરો. ચાર થી પાંચ સીટી વાગવા દો. કૂકર ઠંડું થાય પછી તેને ખોલો અને ખીચડીને ઉપરથી થોડું ઘી નાંખીને હલાવી નાંખો.
સર્વિંગ બાઉલમાં કાઢીને દાડમનાં દાણા, ફીણેલી મલાઈ અને લીલી કોથમીરથી સજાવીને દહીં, લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો

સૉર કોકોનટ પુલાવ


સૉર કોકોનટ પુલાવ







સામગ્રી :-


ચોખા – ૧ વાટકી
લીલી ડુંગળી – ૨૫૦ ગ્રામ
કાચી કેરી – ૨ નંગ
વટાણા – ૧૦૦ ગ્રામ
ઘી – ૨ -૩ ટેબલ સ્પૂન
કૅપ્સીકમ – ૧ નંગ
જીરુ
મીઠુ – સ્વાદ પ્રમાણે
કોપરાનુ છીણ – ૧ વાટકી
તજ ૨ – ૩ ટુકડા
લવિંગ ૩ થી ૪ નંગ
લીલા મરચા ૪ નંગ


રીત :-
ચોખાને થોડી વાર પલાળી રાખો ત્યાર બાદ તેને ૧/૨ ટી સ્પૂન મીઠું અને ૧ ટી સ્પૂન ઘી નાખીને બાફી લો.
કેરી ની છાલ કાઢીને છીણી નાખો, લીલુ કોપરું પણ છીણી નાખો,
ફણસીને ઝીણી સમારી અને વટાણા સાથે બાફી લો.
લીલી ડુંગળીને બારીક સમારી લો.કૅપ્સીકમને પણ પાતળા અને લાંબા સમારી લો.
હવે એક કડાઈમાં ઘી મૂકીને જીરૂ, તજ, લવિંગ, તમાલપત્રનો વઘાર કરીને લીલા મરચાંનાં પીસ નાખો, લીલી ડુંગળી પાન સહીત નાખો અને કૅપ્સીકમ નાખીને સાંતળો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
બીજી કડાઈમાં ઘી મૂકીને કેરી અને કોપરાનું છીણ સાંતળીને ભાતમાં નાખો
ભાત અને બધાં શાક તથા સામગ્રી મિક્સ કરીને બે મીનીટ માટે ગરમ કરો.
નીચે ઉતારીને પુલાવ સર્વીંગ બાઉલમાં કાઢો, તેને લીલી કોથમીર અને કોપરાનાં છીણથી સજાવો.
ગરમાગરમ સર્વ કરો

સોયા – કૉર્ન ટિક્કી


સોયા – કૉર્ન ટિક્કી







આજની વાનગી ખુશ્બૂ તરફથી ……


સામગ્રી :-


૧ કપ મકાઇના દાણા
૧/૨ કપ સોયા ચન્ક્સ
૧/૪ કપ દાળિયા
૪-૫ લીલા મરચા (બારીક સમારેલાં)
૨ ટી સ્પૂન આદુ-લસણની પૅસ્ટ
૨-૩ ટી સ્પૂન લીંબુનો રસ
૧ ડુંગળી (બારીક સમારેલી)
૨-૩ ચમચી મેંદો
૧ ચમચી ગરમ મસાલો
૧/૨ ચમચી હળદર
કોથમીર (બારીક સમારેલી)
મીઠું સ્વાદ અનુસાર
તેલ અથવા ઘી પેટિસ શેકવા માટે


રીત :-


સૌ પ્રથમ એક વાસણમાં સોયા ચન્ક્સ લઈ, તે ડુબે એટલું પાણી અને થોડું મીઠું નાખીને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. પછી ચારણીમાં નાંખી ને પાણી નિતારી લો. મકાઇના દાણાં તથા દાળિયાને મિક્સરમાં ક્રશ કરી લો. બહુ લીસી પેસ્ટ ના કરવી, સહેજ અધકચરું રહેવા દેવું. ત્યાર બાદ એક બાઉલમાં આ મિશ્રણ કાઢી, તેમાં ઉકળેલાં સોયા ચન્ક્સ, આદુ-લસણની પેસ્ટ, ઝીણા સમારેલા મરચાં, ડુંગળી, લીંબુનો રસ, મીઠું, ગરમ મસાલો, હળદર, કોથમીર એ બધું જ ઉમેરીને બરાબર મિક્સ કરવું. અને આ મિશ્રણમાં બાઈન્ડિંગ માટે જરૂર મુજબ મેંદો ઉમેરવો.


હવે, આ મિશ્રણમાંથી મનપસંદ આકારની ટિક્કી બનાવીને નૉન-સ્ટીક તવી પર તેલ મૂકીને બંને બાજુ શેકી લેવી.


ટિક્કીને લીલી ચટણી અથવા ટોમટો-ચિલી સોસ સાથે સર્વ કરો.

પંજાબી છોલે


પંજાબી છોલે







સામગ્રી :-


૨૦૦ ગ્રામ કાબુલી ચણા
૪ નંગ – મધ્યમ સાઈઝની ડુંગળી (ક્રશ કરેલી)
૩ નંગ મધ્યમ સાઈઝના ટમેટા ( પ્યુરે બનાવી લો)
૨ – ૩ નંગ લીલા મરચા
૮ – ૧૦ કળી લસણ
૧ ઈંચ આદુનો ટૂકડો (મરચા,લસણ અને આદુની પેસ્ટ બનાવી તેમાંથી ૧ ટેબલસ્પૂન લો)
૨ ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
૧ ટી સ્પૂન લાલ મરચુ
૧/૨ ટી સ્પૂન હળદર પાઉડર
૧ ટી સ્પૂન ધાણાજીરુ પાઉડર
૧ ટી સ્પૂન ગરમ મસાલો
૧ ટી સ્પૂન આમચૂર પાઉડર (ગરમ મસાલો અને આમચૂર પાઉડરને બદલે ૧ ટી સ્પૂન છોલે મસાલો પણ નાખી શકાય)
૨ ટેબલ સ્પૂન તેલ
૧ ટેબલ સ્પૂન ઘી
ચપટી હીંગ
મીઠું સ્વાદ પ્રમાણે



રીત :-


ચણાને ૭ – ૮ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને પ્રેશરકૂકરમાં ૧ ગ્લાસ પાણી સાથે ચપટી મીઠું નાખી બાફી લો. ત્યારબાદ એક પૅનમાં તેલ તથા ઘી નાખી ગરમ કરો. તેમાં ચપટી હિંગ ઉમેરો અને ડુંગળીની પેસ્ટ નાખી ૨ થી ૩ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં આદુ, મરચા, લસણની પેસ્ટ નાખી ૨ મિનિટ સાંતળી ટમેટો પ્યુરે ઉમેરો. ફરી ૨ થી ૪ મિનિટ સાંતળો. તેલ છૂટું પડે એટલે ગરમ મસાલો, આમચૂર પાઉડર,લાલ મરચુ, હળદર, ધાણાજીરુ પાઉડર વારાફરતી ઉમેરો. થોડીવાર હલાવી બાફેલા ચણા (જો ગ્રેવી કરવી હોય તો સાથે ૨ થી ૩ ટેબલ સ્પૂન પાણી નાખો) ઉમેરો. હલાવી ૩ થી ૪ મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો. ઉપરથી સમારેલી કોથમીર નાખી ઢાંકી દો.



(કહેવાય ભલે પંજાબી છોલે પણ આ છોલે રોટલી, પરાઠા, ભાત અને of course ભટૂરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.) ,

ટમેટો સૂપ

ટમેટો સૂપ



ટમેટો સૂપ







સામગ્રી :-


૫૦૦ ગ્રામ ટમેટા
૧ ડૂંગળી
૧ લીલું મરચું
૧ નાનુ બટાકુ (જો થોડો કણીદાર કરવો હોય તો)
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
૧ ચમચો માખણ
મીઠૂં અને ખાંડ સ્વાદ પ્રમાણે


રીત :-


સૌથી પહેલા તો ટમેટાને ધોઈને બે કે ચાર ટૂકડા કરીને પ્રેશર કૂકરમાં બાફી લો. એની સાથે જ ડૂંગળીના પણ ટૂકડા કરી બાફી લો. અને જો સૂપને થોડો કણીદાર કરવો હોય તો બાફવામાં સાથે એક નાનું બટાકુ પણ નાખી દો. આ બધું જ બફાઈ જાય પછી તેને અલગ રાખી લો હવે એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં લીલું મરચું, આદુ મરચાની પૅસ્ટ સાંતળો અને બાફેલા ટમેટાને તેમાં નાખી દો થોડીવાર હલાવી ને પછી ગેસ પરથી ઉતારી તેમાં હેન્ડ મિક્સી ફેરવીને બરાબર ક્રશ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને મીઠું ઉમેરો અને ગેસ પર મુકીને ઉકાળો (હલાવતા રહો). જરુર પ્રમાણે ઘાટો થવા દો . ઉપરથી જરુર પ્રમાણે છીણેલું ચીઝ, ફુદિનો વગેરે નાખીને સર્વ કરો

કેબૅજ પનીર કોન


કેબૅજ પનીર કોન







સામગ્રી :-
કોબી – ૨૫૦ ગ્રામ
સીંગદાણા – ૧૫૦ ગ્રામ
પનીર – ૧૦૦ ગ્રામ
મેંદો – ૨૫૦ ગ્રામ
ચોખાનો લોટ – ૧ ચમચો
વાટેલા આદુ મરચા – ૨ ચમચી
ગરમ મસાલો – ૧/૨ ચમચી
આમચૂર – ૧ ચમચી
તેલ - તળવા માટે
મીઠું અને ખાંડ – સ્વાદ પ્રમાણે



રીત :-
મેંદો અને ચોખાનો લોટ ચાળી લો.
તેમાં પ્રમાણસર મીઠું અને તેલનું મોણ નાખીને લોટ બાંધો.
કોબી છીણી લો, ખારી સીંગનો ભૂકો કરો અને પનીરને હાથથી છૂટું પાડી લો.
એક વાસણમાં તેલનો વઘાર મુકો, તેમાં આદુ મરચાની પૅસ્ટ નાખીને કોબી સાંતળો. પછી તેમાં ખારી સીંગનો ભૂકો નાખો. સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આમચુર, ગરમ મસાલો નાખો. હવે તેમાં છૂટુ પાડેલું પનીર નાખીને ઝડપથી હલાવી પૂરણ બનાવો.
લોટમાંથી લુવા પાડી મોટી પુરી વણી તેનાં બે ટૂકડા કરી તેને કોનનાં આકારમાં વાળી લો. તેમાં કોબી પનીરનું મિશ્રણ ભરીને તેને કોનના શૅપમાં બંધ કરી દો.
કડાઈમાં તેલ ગરમ મુકો, તેલ એકદમ ગરમ થાય એટલે બધાં કોનને તળી લો.
ગરમાગરમ કોન કૅચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.

ચટપટી ભેળ

ચટપટી ભેળ









સામગ્રી –


૬ નંગ બ્રેડ
૩ ટમેટા બારીક સમારેલા
૨ સમારેલી ડુંગળી
૧ ચમચી આદુ મરચા
૧ ચમચો સમારેલી કોથમીર
૩ ચમચી ઘી / માખણ
૨ ચમચા મોળુ દહીં
૧ ચમચો ચીઝ છીણેલું
૧ મોટુ કેપ્સિકમ બારીક સમારેલું
મીઠું મરી સ્વાદ પ્રમાણે


રીતઃ-


બ્રેડના નાના ચોરસ ટુકડા કરી લો, ડુંગળીને છીણી નાખો અને ઘી અથવા માખણમાં સાંતળી લો. સહેજ ગુલાબી રંગના થાય પછી તેમાં કેપ્સિકમના પીસ ઉમેરો, ૫ ૭ સેકંડ પછી ટમેટાનાં ટુકડા ઉમેરો અને બે મિનિટ સાંતળો.


ત્યારબાદ તેમાં બ્રેડના ટુકડા નાખી દહીં, મીઠું, મરી નાખો. સ્વાદ પ્રમાણે ખાંડ અને લીંબુનો રસ નાખી શકાય..


બે મિનિટ પછી કોથમીર નાખીને નીચે ઉતારો. ઉપર ચીઝનું છીણ નાખીને તરત જ સર્વ કરો.


આમાં નવીનતા લાવવા માટે તળેલા નુડલ્સ પણ ઉપરથી ઉમેરી શકાય.

ભરેલા રવૈયા બટાકા


ભરેલા રવૈયા બટાકા








સામગ્રી :-


૨૫૦ ગ્રામ નાના સુરતી રવૈયા
૨૫૦ ગ્રામ નાની બટાકી (મોટુ બટાકુ સમારીને પણ નાખી શકાય )
૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ (ધીમા ગેસ પર વાસણમાં કોરો શેકવો)
૨ ટેબલ સ્પૂન શેકેલી સીંગનો ભૂકો
૩ ટેબલ સ્પૂન કોપરાનું છીણ
૩ ટેબલ સ્પૂન ગોળ આમલીનો રસો
(અથવા)
૩ ચમચી લીંબુનો રસ અને ૩ ચમચી ખાંડ
૨ ટી સ્પૂન તેલ
૨ ટી સ્પૂન લાલ મરચુ
૨ ટી સ્પૂન ધાણાજીરુ
૨ ટી સ્પૂન ગરમ મસાલો
૨ ટી સ્પૂન હળદર
૨ ટી સ્પૂન વાટેલુ લસણ (Optional)
૨ ટી સ્પૂન તલ
મીઠુ સ્વાદ પ્રમાણે


વઘાર માટે :
૩ ટેબલ સ્પૂન તેલ
૧/૨ ચમચી રાઈ
૧/૨ ચમચી જીરુ
૧ ચપટી હીંગ


રીત :-


રવૈયા ધોઈ દરેકમાં ચાર કાપા કરી ૨ ૩ મિનિટ મીઠાના પાણીમાં રાખો. ત્યારબાદ ઉપર લખેલો બધી જ સામગ્રી (વઘાર સિવાયની) એક વાસણમાં સારી રીતે મિક્સ કરી રીંગણમાં અને બટાકામાં ભરી લો. એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો. રાઈ તતડી જાય ત્યારે હીંગ નાખી રીંગણ અને બટાકા વઘારો. ૨ થી ૩ મિનિટ પછી ભરતા વધેલો બધો જ મસાલો નાખી ૧ કપ પાણી નાખો. હલાવીને ધીમા ગેસ પર ચડવા દો.


૫ મિનિટ પછી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને કોપરુ ભભરાવી ગરમ ગરમ પીરસો.


આ જ શાક કૂકરમાં જો બનાવીએ તો ઉપર બતાવ્યા પ્રમાણે જ વઘાર કરીને એક જ સીટી વાગવા દઈ ગેસ બંધ કરી દો.

મકાઈનો સૂપ

મકાઈનો સૂપ

ચોમાસામાં મકાઈ ખાવાની કેવી મજા આવે ? ન કેવળ ખાવાની પરંતુ તેની બીજી વાનગીઓ ખાવામાં પણ ટેસિયા પડતા હોય છે.ચાલો આજે મકાઈનો સૂપ બનાવવાની રીત જાણીએ. અલબત્ત એકલા એકલા તો કશું ખવાય નહીં જે ખાવાનું હોય એ વહેંચીને ખાવુ પડે એટલે હું તમારી સાથે આ રીત વહેંચીશ ચાર પાંચ વ્યક્તિઓના માપમાં.

સામગ્રી: દોઢ કપ છીણેલી મકાઈ, ચોથા ભાગનો કપ ભરીને મકાઈના દાણા, દોઢથી બે કપ પાણી, બે થી ત્રણ ચમચી માખણ, ત્રણ ચમચી મેંદો( મેંદો શરીર માટે બહુ સારો ન કહેવાય એટલે જો તમે સ્વાસ્થ્ય પરત્વે વધુ સભાન હોવ તો મેંદાના બદલે મકાઈનો લોટ વાપરો તો પણ ચાલે), બે કપ દૂધ( ન નાખો તો જુદા સ્વાદનો સૂપ બનશે જે પણ કદાચ તમને ભાવી શકે), બે ચમચી ખાંડ, ચોથા ભાગની ચમચી ભરીને મરીનો ભૂકો, ચોથા ભાગનો કપ ભરીને ક્રીમ અથવા દૂધની મલાઈ, પ્રમાણસર મીઠું.

રીત: મકાઈની છીણ કાઢો અને તેમાં દોઢ કપ પાણી ઉમેરો તથા મકાઈના દાણા લઈને તેમાં અર્ધો કપ પાણી રેડી પ્રેશરકૂકરમાં બાફી લો. જરા ઠંડુ પડતા મકાઈની છીણને પ્રવાહી કરીને ગાળી લઈ જાડો પલ્પ તૈયાર કરી દો. એમાં પેલા બાફેલા મકાઈના દાણા પાણી સાથે નાખો. એક વાસણમાં માખણ ધીમા તાપે ગરમ મૂકી તેમાં મેંદો(અથવા કોર્ન ફ્લોર પણ નાખી શકાય) નાખી બરાબર મેળવી લઈને ધીમે ધીમે દૂધ રેડતા જાઓ અને હલાવતા જાઓ. આ પ્રમાણે તૈયાર થયેલા મિશ્રણમાં મકાઈનો પલ્પ નાખો. તેમાં ખાંડ, મીઠું, મરીનો ભૂકો નાખો. પીરસતી વખતે ધ્યાન રાખો કે દરેક કપમાં મકાઈના દાણા આવે. દરેક કપમાં ઉપર ચમચીભર ક્રીમ નાખી શકો છો.

બીજી સરળ રીત:મકાઈના દાણા પ્રેશર કૂકરમાં બાફી લો. બાફી લીધા પછી તેમાંથી થોડાક દાણા અલગ કાઢો. જ્યારે બાકીના દાણાને મીક્સરથી ગ્રાઈન્ડ કરીને પલ્પ બનાવો. આ પલ્પને ગાળી લો. હવે એક વાસણમાં મકાઈના દાણા અને આ ગાળેલા પલ્પને ભેગા ઉકાળી લો. ઉકાળતા ઉકાળતા મીઠુ , ખાંડ ને મરી સ્વાદ અનુસાર નાખી દો.સૂપ તૈયાર.

પૂરણપોળી

પૂરણપોળી

ગળી ગળી પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. મને તો પૂરણપોળી એટલે કે વેઢમીની સાથે સાથે તે બનાવવા માટે વપરાતુ પૂરણ પણ ઘી નાખીને ખાવાની બહુ મજા પડે છે. ચાલો ચાર વ્યક્તિ માટે પૂરણપોળી બનાવવાની રીત જોઈએ.

સામગ્રી: ૧ કપ તુવેરની દાળ, ૧ કપ ખાંડ અથવા ગોળ, અડધી ચમચી ઈલાયચ પાવડર, અડધી ચમચી ખસખસ, ચોથા ભાગની ચમચી જાયફળનો ભૂકો, પ્રમાણસર ઘી અને સવા કપ ચણાનો લોટ

રીત: તુવેરની દાળ થોડા પાણી સાથે કૂકરમાં બાફવા મૂકો. દાળ ચઢી જાય એટલે પાણી નીતારી લો. હવે તુવેરની દાળ ઘી લગાડેલા તાંસળામાં કાઢીને જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી ગેસ પર મૂકી હલાવો. પૂરણ બહુ ઢીલુ જણાય તો ચણાના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમાં ભભરાવો અને હલાવ્યા કરો કે જેથી તે ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેતો ટટ્ટાર ઉભો રહે તો સમજવું કે પૂરણ બરાબર તૈયાર થઈ ગયું છે. તાવેતો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દો.

આમાં હવે ઈલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખસ નાખો. થાળીમાં ઘી ચોપડીને પૂરણ ઠંડુ થવા દો. રોટલીના લોટથી સહેજ વધારે કઢણ લોટ બાંધો. ઘઊંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકી તેને વાળીને ફરીથી વણી ધીમા તાપે લોઢી પર શેકવી. શેકાઈ જાય એટલે ઘી ચોપડીને પીરસવી.

તો લો ગરમાગરમ પૂરણપોળી તૈયાર.

દાળવડા

દાળવડા

સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં ખાડાના દાળવડા, અંબિકાના દાળવડા પ્રખ્યાત છે.તમે ઘરે થોડો કૂથો કરો તો તમે પણ એટલા જ ટેસ્ટી દાળવડા બનાવી શકો છો. એક વખત હાથ બેસી જશે પછી તો તમારા દાળવડા પણ પ્રખ્યાત થઈ જશે. ચાલો દાળવડા બનાવવાની વિધિ જોઈ લો.

સામગ્રી: ૫૦૦ ગ્રામ મગની દાળ(ફોતરાવાળી) આદુનો નાનો ટુકડો, ડઝન લીલા મરચા, લસણ ૧૦ કળી, ચપટી હીંગ, ડુંગળી, મરચાં, ખપ પૂરતું તેલ અને મીઠું

રીત: છથી આઠ કલાક માટે દાળને પલાડો. આ પછી તેમે મિક્સરમાં અધકચરી વાટો અને મીઠું નાખો. આદુ, મરચાં, હિંગ, લસણ વાટીને નાખો અને ફીણીને ગરમ તેલમાં વડા ઉતારો.ડુંગળી લાંબી કાપો, મીઠું નાખો, મરચાં તળીને મૂકો અને ડીશમાં તૈયાર થયેલી સ્વાદની જોરદાર મસ્તીને જીભે લાવવા તૈયાર રહો.

અહીં કેટલીક ટીપ્સ પણ આપી દઉ કે મગની દાળમાં થોડી અડદની દાળ નાખી શકો છો. ઉપરાંત સાદી મગની દાણના અને ચોળા તથા અડદની દાળના પણ વડા થઈ શકે છે. દાળમાં થોડા ચોખા નાખો તો દાળવડા બહેતર બની શકે છે.

લીલવાની કચોરી

લીલવાની કચોરી

આજે હું તમને કચોરી બનાવવાની રીત કહુ છુ. કચોરી આમ તો બની ગયા પછી ખવાય પણ સાચુ કહું તો બને એ દરમિયાન જ માવો તૈયાર થાય છે એ ખાવાની પણ મને તો મજા પડે છે.

સામગ્રી:અઢીસો ગ્રામ લીલવા, ૧૦ લીલા મરચાં, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, ૧ ચમચી તલ, ચપટી સાજીના ફૂલ, ૧ બટાકુ, ૫૦ ગ્રામ પૌંવા, ૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર, અર્ધી ચમચી લીંબુના ફૂલ, ૨ ચમચી ખાંડ, ૧ ચમચી ગરમ મસાલો, કાકુ, દ્રાક્ષ, ૩૦૦ ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો, ૧ ચમચી બૂરું ખાંડ, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું

રીત:લીલવાને ધોઈની અધકચરા વાટો, લીલા મરચાં, આદુને પણ વાટો. આ પછી એક વાસણમાં વધુ પડતુ તેલ લઈને રાઈ, તલ, લીલાં મરચાં, આદુ નાખી લીલવા વઘારો, મીઠં નાખો. સાજીના ફૂલ પાણીમાં ઓગાળી નાખો. લીલવા ઓછા હોય તો બટાકા બાફીને છીણીને નાખો.લીલવા ચડી જાય એટલે બધો મસાલો નાખો. ઘઉના લોટમાં અથવા મેંદામાં થોડો ઘઉનો લોટ નાખીને ચમચી મીઠુ અને બે ચમચી તેલ નાખી લોટ બાંધો. પૂરી વણીને મસાલો ભરી કચોરી વાળો તથા ગરમ તેલમાં તળી લો.કચોરી તૈયાર.

ગોળના લાડુ


જો તમને લાડુ ના ભાવતા હોય તો તમે ગોળના લાડુ ખાઈને એ વાત ભૂલી જ જશો કે તમને લાડુ નથી ભાવતા. સાચ્ચેજ હમણાં વધી પડેલા ખાંડના લાડુએ લાડુની મજા બગાડી છે. એક સમય હતો કે જ્યારે આપણે ત્યાં ખાંડના લાડ્ઉનું અસ્તિત્વ જ ન હતુ અને ગુજરાતમાં સર્વત્રે ગોળના જ લાડુ ખવાતા હતા. ગોળના લાડુ એવા તો સ્વાદિષ્ટ હોય છે કે તમે કોઈને ખવડાવશો તો તમારો વટ રહી જશે અને જાતે ખાશો તો બસ ખાતા જ રહી જાશો અને બનાવેલા તમામ લાડુ ખલાસ થઈ જશે.


સામગ્રી:૧૦૦ ગ્રામ તેલ મોવા માટે અને માપ અનુસાર તેલ તળવા માટે, ૪૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ, ૨૦૦ ગ્રામથી સવા બસો ગ્રામ જેટલો ગોળ, ૧૭ નંગ ઈલાયચી, નાની વાડકી જેટલું કોપરાનું છીણ, ૨ ચમચી તલ, ૨૦૦ ગ્રામ ઘી, ૨ ચમચી ખસખસ,


રીત:ઘઉંના લોટન મૂઠ્ઠીભર મોણ જેટલું તેલ લગાવી તેને મોઈ નાખો.હવે તેમાં ગરમ હુંફાળા પાણીનો ઉપયોગ કરીને લોટને કઠણ બાંધવો અને તેના મૂઠીયા બનાવવા. આ મૂઠીયાને તેલમાં તળવા. મૂઠિયા સહેજ ગુલાબી થાય ત્યાં સુધી તળો. હવે આ મૂઠીયાને બે કકડા કરી ખુલ્લા મૂકવા અને સામાન્ય ઠંડા થવા દેવા. ઠંડા પળતા જ બે હાથ વચ્ચે લઈને મસળી કાઢવા.આ પછી થયેલા ભૂકાને ચાળી કાઢવો. ચારણી નીચે કકરા લોટ જેવો ભૂકો પડશે. જ્યારે ચારણીની અંદર જે જાડો મોટો ભૂકો વધે એને મીક્સરમાં ક્રશ કરીને જાડો દળી કાઢવો. અને તેને પણ ચારણીમાંથી ચળાઈને નીકળેલા ભૂકામાં ઉમેરી ને મીક્સ કરી દો.


હવે તાવડીમાં ધી લઈ તેમાં તલ અને કોપરુ હલાવીને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવા. પછી તેને ઉપર તૈયાર થયેલા લોટ જેવા ભૂકામાં ભેળવી દો. હવે ઘીને ખાસ્સુ ગરમ કર અને તેમાં ચપ્પુથી પતરી જેવો કાતરેલો ગોળ ઉમેરી દો. ઘીમાં ગોળ ઓગળે એટલે તુરંત આ મિશ્રણને ઉપર તૈયાર થઈ ગયો છે એ ભૂકામાં ઉમેરીને ભેળવી દો.અને મિશ્રણને ગોળ લાડુનુ સ્વરૂપ આપી દો. હવે તેના પર ખસખસ લગાવી શણગારી દો.અહીં હું એક ટીપ આપી દઉં કે આ રીત પ્રમાણે લાડુ તૈયાર કરીને છેલ્લે જ્યારે લાડવા વાળવાનો વખત આવે ત્યારે નાના વાળજો. એટલેકે લાડુને તેના જમણવારમાં પીરસવામાં આવે છે એવા મોટા કદમાં નહીં પરંતુ કુલેરથી સહેજ મોટા કદમાં વાળો.


(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine

વેજિટેબલ ઉત્તપમ


વેજિટેબલ ઉત્તપમ







રીતુની ફરમાઈશ પર આજે…


સામગ્રી :-


૩ કપ ચોખા
૧ કપ અડદ દાળ
૧ ટી સ્પૂન મેથી દાણા (Optional)
મીઠું સ્વાદ અનુસાર


કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ઝીણું સમારીને મિક્સ કરી લો.


રીત :-


ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ એક્દમ ઝીણું ક્રશ કરો. મેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.


આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઉત્તપમ પોચા બનશે.


ત્યારબાદ નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ઝીણા સમારેલા કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ભભરાવી સહેજ દબાવી દો. અને ફરતે અને ઉપર જરા જરા તેલ છાંટીને ધીમા તાપે ચડવા દો. બંને બાજુ સારી રીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો…


સ્વાદ માટે ઉપરથી મરીનો પાવડર છાંટી શકાય…


બધા જ વેજિટેબલ્સ ન નાખવા હોય તો માત્ર ડુંગળી નાખીને Onion Uttapam પણ બનાવી શકાય.


ઉત્તપમ બનાવતી વખતે નૉનસ્ટિક તવીને પહેલા ગરમ થવા દઈને પછી એક કોટનના કપડાને ભીનું કરી તવીને લુછવી. દરેક વખતે આટલું કરવાથી ખીરુ સારી રીતે પથરાશે અને ઉત્તપમ સહેલાઈથી ઉખડી જશે.

Tuesday, January 25, 2011

વડા અને દહીંવડા

વડા અને દહીંવડા
કાળી ચૌદશ આવે એટલે ઘરમાં વડા બને અને ખાવામાં આવે એવો જૂનો રિવાજ છે. ઘરમાં જો બહુ કજિયો, કંકાસ, કકળાટ થતો હોય તો થોડા વડા ખાસ તેના નિકાલ માટે બનાવીને ઘણા લોકો ચાર રસ્તે મૂકી આવે છે. કેટલાક પોટલીમાં તો કેટલાક લોકો માટલીમાં મૂકી આવે અને તેની ફરતે પાણીનું કૂંડાળુ કરીને ભગવાનને પ્રાર્થના કરે કે કકળાટને અમારા જીવનમાંથી ને ઘરમાંથી કાઢો. મારા નાનીમાની વાત કરું તો તેમનો પૌત્ર નાનો હતો ત્યારે બહુજ રડે એટલે એનો રડવાનો કકળાટ દૂર કરવા માટે ચાર રસ્તે વડા મૂકી આવીને એમણે હનુમાનજીને પ્રાર્થના કરી હતી. છોકરો ખરેખર વારે ને તહેવારે પોક મૂકીને રડતો બંધ થઈ ગયો હતો. વડા બનાવવાની રીત બહુ જ સરળ છે.
સામગ્રી:૧ કપ અડદની દાળ, ૧ કપ ચોળાની દાળ, ચોથા ભાગનો કપ ભરીને મગની દાળ, પ્રમાણ અનુસાર તેલ
રીત:સામગ્રીમાં લખેલી ત્રણેય દાળ છ કલાક માટે પલાળો.પછી પાણી નીતારી લઈને મીક્સરમાં કે અન્ય રીતે અધકચરી વાટો અને તેમાં મીઠું નાખો. ગરમ તેલમાં તેના વડા મૂકીને વડા ઉતારો.
અહીં ખાસ નોંધવાનું કે ચોળા ન હોય તો એકલા અડદના કે અડદ ના હોય તો એકલા મગના કે એકલા ચોળાના વડા પણ થઈ શકે એ તમને અનુભવે ખ્યાલ આવી જશે. એ જ રીતે ઉપર જે માપ લખ્યુ છે એ પ્રત્યેક દાળના માપમાં તમે ફેરફાર કરીને પણ વડા બનાવી શકો છો.દહીંવડા
ઉપરની જ રીતે જે વડા તૈયાર થાય તેને હૂંફાળા પાણીમાં નાખો અને પછી બહાર કાઢી પાણી દબાવી દઈને દહીં, ગળી ચટણી, મીઠુ, મરચું નાખીને પીરસો એટલે દહીંવડા થઈ જાય.

કાજુકતરી

કાજુકતરી
દિવાળી નજીક છે ત્યારે હું તમને આજે વાત કરીશ દિવાળીની પ્રસિદ્ધ મિઠાઈ કાજુકતરી બનાવવાન રીત વિશે. આ કાજુકતરી અગાઉના વર્ષમાં બહુ પ્રસિદ્ધ ન હતી પરંતુ પાછલા કેટલાક વર્ષોથી તો કાજુકતરી જાણે દિવાળીની બાય ડિફોલ્ટ મિઠાઈ થઈ ગઈ છે.અહીં મારે એક વાત ખાસ કહી દેવાની કે જેમને કફ થવાની સમસ્યા રહેતી હોય તેમણે કાજુકતરી ખાવાનું ટાળવુ.તો અન્ય સૌએ પણ બહુ કાજુકતરી ખાવાથી તો દૂર રહેવુ જ. કાજુકતરી ક્યાંક આપના ગળા માટે કફકતરી ન બની જાય એનું ધ્યાન રાખવુ અને મર્યાદામાં ખાવી.
સામગ્રી: બસો ગ્રામ કાજુ, ૧૦૦ ગ્રામ ખાંડ, ૧ ટી સ્પૂન ઘી, વરખ
રીત: ખાંડ લઈને ખાંડ ડૂબે એટલુ પાણી ઉમેરી સ્ટવ પર લઈ ચાસણી કરો. જો મેલ દેખાય તો ઉકળે એટલે સહેજ દૂધ નાખીને મેલ કાઢી નાખવો. ટપકું મૂકો તો ખસે નહીં તેવી ત્રણ તારની ચાસણી તૈયાર થઈ ગયેલી જણાય એટલે કાજુનો ભૂકો કરીને ચાસણીમાં નાખો અને મિશ્રણને સારી એવી હલાવો.રોટલો વણાય એવું બંધારણ થયેલુ જણાય એટલે તેમાં ૧ ચમચી ઘી નાખી સારી પેઠે હલાવી સ્ટવથી નીચે ઉતારો અને બે પ્લાસ્ટિક વચ્ચે મૂકી વણો. વરખ લગાડીને કાપા કરો. કાજુકતરી તૈયાર.

શીંગ ભુજીયા

શીંગ ભુજીયા
તો ચાલો આજે શરૂઆત કરીએ મારી ભાવતી મજા મજાની તીખ્ખી વાનગી સીંગ ભુજીયાથી. યાદ છે ને કોલેજમાં સમ્રાટ નમકીનના સૌથી વ્હાલા શીંગ ભુજીયા ? બજારના પેકેટ છોડો, જો ઓવન હોય તો મિનીટોમાં આ ભુજીયા ઘરે બનાવી શકો છો તમે.આ વાનગી હું ઓવનમાં બનાવુ છુ એટલે તમને માઈક્રોવેવની રીત જ કહી શકીશ.તમે તમારી સૂઝબૂઝથી માઈક્રોવેવ વગર પણ તેને બનાવી જ શકો છો.
દિવાળીના નાસ્તામાં જો તમે શીંગ ભુજીયા પીરસશો તો એ વાત નક્કી કે તમારે બહુ મોટા પ્રમાણમાં શીંગ ભુજીયા બનાવવા પડશે. કારણકે આ એવી સ્વાદિષ્ટ ચીજ છે કે જે આવશે એ મુઠ્ઠી બાય મુઠ્ઠી ખાતા ખાતા આખી ડીશ ખાલી કરી નાખશે.
વાનગી તૈયાર થવાનો સમય : પાંચ મિનીટ
વાનગી બનાવવાનો સમય: બે મિનીટ
સામગ્રી: અર્ધો કપ સાદા શીંગદાણા(નમકીન શીંગદાણા હોય તો વધુ સારૂ), અર્ધો કપ ચણાનો લોટ, એક નાની ચમચી લાલ ભૂકા મરચુ, બે ચમચી વરિયાળી(ફેનલ)પાવડર, દોઢ ચમચી મરી પાવડર, બે થી ત્રણ મોટી ચમચી પાણી, એક મોટી ચમચી તેલ.
રીત: શીંગદાણા સિવાયની બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને હલાવો. આ મિશ્રણમાં શીંગદાણા નાખો અને હલાવો. પછી માઈક્રોવેવમાં મૂકવા માટેનો બીજો બાઉલ લઈ તેની અંદરની કિનારીએ તમામ ઠેકાણે બરબર તેલ લગાવી દો. હવે ભજીયા મૂકતા હોઈએ એમ છૂટ્ટા છૂટ્ટા(એક બીજાને અડે નહીં એ રીતે) શીંગદાણા મૂકો. એ વાતનું ધ્યાન રહે કે મિશ્રણમાંથી બહાર કાઢેલા શીંગદાણાની તમામ કિનારીએ મિશ્રણ લાગી ગયેલું હોવું જોઈએ.હવે દોઢ મિનીટ માટે માઈક્રોવેવ ચાલુ કરો અને તૈયાર થઈ જશે સ્વાદિષ્ટ શીંગ ભુજીયા(જો શીંગદાણામાં ભેજ હોય તો દોઢ મિનીટથી થોડો વધુ સમય પણ થઈ શકે છે.એ ચકાસતા રહેવું) ભુજીયા થોડા ઠંડા થઈ જાય પછી આપ તેનો આસ્વાદ લઈ શકશો .

સેવ ખમણી


સેવ ખમણી




ઈન્ટરનેટ દ્વારા બધું જ થઈ શકે છે પરંતુ પેટ ભરાતું નથી અને ખાવાનાનો સ્વાદ કે સુગંધ માણી શકાતા નથી.


એટલે જ સ્તો વાનગીની રીત આપવા અમને નિયમિત રીતે વાંચકોની ફરમાઈશો મળતી જ રહે છે.


આજે ન્યૂઝીલેન્ડના અર્પિતભાઈ, યુકેના લેસ્ટર સ્થિત મીનાક્ષીબેન અને દુબઈના મિહીરભાઈ પુરોહિતની ફરમાઈશ પર સેવ ખમણીની રીત અહીં પ્રસ્તુત છે.


સેવ ખમણી એ મૂળ તો સુરતી ચટાકાની વાનગી છે પરંતુ અમદાવાદમાં દાસની સેવ ખમણી સુરતનું અંતર ભૂલાવી દે એવી હોય છે એટલે અમદાવાદમાં પણ સેવ ખમણી ઠીક ઠીક લોકપ્રિય થઈ છે.


અમારા પરિચિતોમાં ગુજરાતના સ્વર્ગસ્થ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હરેનભાઈ પંડ્યાને સેવ ખમણી ખૂબ જ ભાવતી હતી એ યાદ છે. કોઈ કાર્યકરનું કામ થયું હોય ને હરેનભાઈ પાસે પેંડા લઈને જાય તો હરેનભાઈ ન સ્વીકારે પણ ગરમા ગરમ સેવખમણી લઈને જાઓ તો જોડે બેસીને ખાય.


પ્રસ્તુત છે સેવ ખમણીની રીત.


સામગ્રી: ૫૦૦ ગ્રામ ચણાની દાળ, ૨૦૦થી અઢીસો ગ્રામ તેલ, અર્ધી ચમચી રાઈ, ૧ ચમચી તલ, ૧ ચમચી વાટેલું લસણ, ૨ ચમચી વાટેલાં મરચાં, ૧ ચમચી ખાંડ, ૧ લીંબુ, ૨૫૦ ગ્રામ ઝીણી સેવ, અર્ધો કપ કોપરાની છીણ, ૧ દાડમ, ૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર, પ્રમાણસર મીઠું


રીત: ચણાની દાળને છ કલાક પાણીમાં પલાળીને વાટો. હવે તેને કૂકરમાં વરાળથી બાફીને ચાળણાથી ચાળી નાખો.


એક વાસણમાં વઘાર માટે તેલ, રાઈ, તલ મૂકીને વાટેલું લસણ નાખી વધારો. તેમાં દાળ નાખો. મીઠું, વાટેલા મરચાં, ખાંડ નાખો. થોડું પાણી નાખો. લીંબુ નીચોવો.


સાંતળાઈ જાય એટલે નીચે ઉતારી ડીશમાં કાઢી તેની પર ઈચ્છા મુજબ ઝીણી સેવ, કોપરાની છીણ, લાલ દાડમ અને કોથમીર ભભરાવીને પીરસો.

દાબેલી

દાબેલી
દાબેલીની રીતની ફરમાઈશ કરનાર બે વાંચક મિત્રો છે ઓસ્ટ્રેલિયાના તારકભાઈ દલવાડી અને કેનેડાના વિભૂતિબહેન પટેલ.
એક વાતની આપને જાણ હશે જ કે દાબેલી એ મૂળ કચ્છની વેરાઈટી છે. કચ્છમાં તે ડબલ રોટી તરીકે ઓળખાય છે અને કચ્છના માંડવી બંદરના એક કારીગરે આ ખાવાની આઈટમની ગઈ સદીમાં શોધ કરી હતી.
જો આપના કોઈ સગા કચ્છ રહેતા હોય તો ભુજના એસટી સ્ટેન્ડની બાજુમાં દાબેલીની સંખ્યાબંધ દુકાનો આવેલી છે અને ત્યાં દાબેલીનો તૈયાર મસાલો બહુ જ સસ્તામાં વેચાતો હોય છે તે મંગાવવાનું ભૂલશો નહીં. જો આ મસાલો આપના હાથમાં આવી જશે તો તો આપ દુકાન જેવી જ અસ્સલ દાબેલી ઘરમાં જ બનાવી શકશો.
હવે જો આ કચ્છ કનેક્શનની કોઈ વ્યવસ્થા ન હોય તો વાંધો નહીં. નીચેની રીત વાંચી જાઓ અને કરો તૈયાર દાબેલી. બનાવી દો તમારા રસોડાને કચ્છ.
સામગ્રી: દસથી બાર નંગ દાબેલીના બન, ૫૦૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ શેકેલી સીંગ, ૧ ચમચી લાલ મરચું, અર્ધી ચમચી મરીનો ભૂકો, દસેક વાટેલાં લીલાં મરચાં, ૨૫ ગ્રામ તલનો ભૂકો, ૧ ચમચી આખા ધાણા, ૨ ચમચી કોથમીર, ૧૦ ગ્રામ વરિયાળી, ૧ ચમચી આંબોળિયાનો પાઉડર, ૧ લીંબુ, ૨ ચમચી ખાંડ, ૧ ચમચી ગરમ મસાલો, પ્રમાણ મુજબનું ઘી, ચટણી માટે લસણ, જીરું, પ્રમાણ મુજબ ગોળ, ૨ ઝીણી ડુંગળી, ૧૦૦ ગ્રામ દાડમ, ઝીણી સેવ, પ્રમાણસર તેલ, ટોમેટો કેચપ, પ્રમાણસર મીઠું.
રીત: બટાકાને બાફીને છોલી કાઢી છીણી નાખો. શેકેલી સીંગને અર્ધા ફાડચા રહે તેમ ખાંડી કાઢો.
ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નાખી સહેજ સાંતળો.
બટાકાના માવામાં બટાકાવડાં જેવો તમામ મસાલો નાખવો.
દાબેલીના બનમાં કાપો કરીને પહેલા બેઉ ચટણી નાખી પછી બટાકાનું મિશ્રણ મૂકો.
દાડમ, શેકેલી સીંગ, ઝીણી ડુંગળી જુદાં રાખી દરેક બનમાં છૂટા પણ નાખી શકાય છે.
પહેલાં ધી મૂકીને, બન શેકીને, પછી મસાલો ભરો. મસાલો ભરીને પછી પણ શેકી શકાય.
ટોમેટો કેચપ સોસ સાથે પીરસો અને વાહ વાહ મેળવો.
હવે જરા ચટણીની વાત કરી લઈએ, કારણકે ચટણી સિવાય તો સ્વાદ ફીક્કો જ રહી જશે.
આંબોળિયાની ચટણી બનાવવા માટે આંબોળિયાનો પાવડર, ગોળ, મીઠું, મરચું ભેગા કરી પ્રમાણ અનુસાર પાણી ઉમેરી ગરમ કરો. જ્યારે લટણની ચટણી બનાવવા લસણ, મીઠું, મરચું, ગોળ અને જીરું ભેગાં કરી વાટો. ડુંગળીને સાંતળીને પણ નાખી શકાય.

ટામેટાના પુડલા



ટામેટાના પુડલા



સામગ્રી :-
૨૫૦ ગ્રામ ટામેટાં,
૨૦૦ ગ્રામ ચણાનો લોટ,
૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ,
આદું-મરચાં તેલ,
મીઠું-મરી, હળદર,
ચપટી ખાંડ, હિંગ, તેલ.
રીત :-
ટામેટાને બાફી તેની છાલ કાઢી રસ ગાળી લેવો. તેમાં સાકર નાખવી. ઠંડુ થાય એટલે ઘઉંના લોટ અને ચણાના લોટમાં આ રસ નાખવો બધો મસાલો નાખી પૂડલાનું ખીરું તૈયાર કરવું અને નોનસ્ટીક પેનમાં ગુલાબી રંગના પૂડલા ઉતારવા. ચટણી સાથે આપવા.

ઝટપટ મેક્રોની



ઝટપટ મેક્રોની



સામગ્રી :-
૨ કપ બાફેલી મેક્રોની,
૧ બારીક કાપેલો કાંદો,
૧/૨ બારીક કાપેલું કેપ્‍સીકમ,
૨ બારીક કાપેલાં ટામેટાં,
૧/૨ ચમચી ખૂબ ઝીણાં સુધારેલાં લીલાં મરચાં,
૩ ચમચા ખમણેલું ચીઝ,
૨ ચમચા માખણ,
૧ ઝીણો સુધારેલો લીલો કાંદો,
મીઠું પ્રમાણસર.
રીત :-
માખણ ગરમ કરવું. કાંદાને ૧ મિનિટ સાંતળવા. કેપ્‍સીકમ, ટામેટાં અને લીલાં મરચાં નાંખવાં અને ફરી ૧ મિનિટ સાંતળવું. મેક્રોની, ચીઝ અને મીઠું નાંખવા અને ઉપર લીલા કાંદા ભભરાવવા.


 

ઝટપટ બેબી પોટેટો ચાટ



ઝટપટ બેબી પોટેટો ચાટ



સામગ્રી :-
૨૫૦ ગ્રામ બેબી બટેટા,
૧/૨ કપ આંબલીનો રસ,
પ્રમાણસર પાણી,
૧ ૧/૨ કપ ચણાનો લોટ,
૧ ચમચી લાલ મરચું,
૧/૨ ચમચી ચાટ મસાલો,
તળવા માટે તેલ,
૧ ચમચો રવો,
૧ ચમચો સંચળ,
પ્રમાણસર મીઠું,
તળવા માટે તેલ.
રીત :-
બટેટાને બાફી લેવા, છાલ ઉતારી બાજુ પર મૂકવા. ચણાનો લોટ, આંબલીનો રસ, સંચળ, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું અને રવો મિક્સ કરી પ્રમાણસર પાણી નાખી જાડું ખીરું બનાવવું. દરેક બટેટાને ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લેવા. ટૂથપીક લગાડી સર્વ કરવા.

ચીઝી ગોલ્ડન ફિંગર્સ



ચીઝી ગોલ્ડન ફિંગર્સ



સામગ્રી :-
૬ થી ૭ બ્રેડની સ્લાઈસ,
૧ ખમણેલું ગાજર,
૧ ઝીણી સુધારેલી કાકડી,
૨ ચમચા નરમ માખણ,
૧ ચમચી રાઈનો પાવડર,
૩ ચમચા તાજું ક્રીમ,
૫ ચમચા ખમણેલું ચીઝ,
૧ બારીક સમારેલું લીલું મરચું, મીઠું.
રીત :-
(૧) બ્રેડની સ્લાઈસોના ટોસ્ટ બનાવવા.
(૨) માખણ, રાઈનો પાવડર અને ૩ ચમચા ચીઝ મિકસ કરી નરમ થાય ત્યાં સુધી ફીણવું.
(૩) ગાજર, કાકડી, લીલા મરચાં, ક્રીમ અને મીઠું નાખવા અને બરાબર મિકસ કરવું.
(૪) દરેક ટોસ્ટ પર આ મિશ્રણ લગાડવું અને ઉપર બાકીનું ચીઝ ભભરાવવું.
(૫) ગરમ ઓવનમાં ૪૫૦અંશ ફે. તાપે ૧૦ થી ૧૫ મિનિટ ગ્રીલ કરવા અથવા બેક કરવા.

ચીઝ રોલ્સ




ચીઝ રોલ્સ



સામગ્રી :-
૧૫૦ ગ્રામ કુકિંગ ચીઝ,
૩ ૧/૨ ચમચા માખણ પીગળાવેલું,
૧ નાની તાજી બ્રાઉનબ્રેડ.
રીત :-
ચીઝ અને માખણને ભેગાં કરી ખૂબ મુલાયમ થાય ત્યાં સુધી ફીણવાં. બ્રેડની કડક બાજુ કિનારી કાપી બ્રેડની પાતળી પટ્ટી કરવી.
ત્યારબાદ આ પટ્ટીઓને ભીના કપડામાં મૂકી દરેક પટ્ટી પર થોડું ચીઝનું મિશ્રણ લગાડવું. અને બની શકે તેટલો જાડો રોલ વાળવો છેડા પર ટૂથ પીક લગાવી બંધ કરવું.
આવી રીતે બધા રોલ વાળવા અને એક પ્‍લાસ્ટીકની બેગમાં મૂકી ફ્રીજમાં લગભગ ૧૫ થી ૨૦ મિનિટ રાખવા.ટુકડા કરી ગરમ સર્વ કરવા.

ચીઝ ચિલી ટોસ્ટ



ચીઝ ચિલી ટોસ્ટ



સામગ્રી :-
૧/૨ કપ દૂધ, ૧ ચમચો મેંદો,
૩ કળી લસણની પેસ્ટ,
૪ ચમચા કુકીઝ ચીઝ ખમણેલું,
૪ ચમચા ખમણેલું ટેબલ ચીઝ,
૨ બારીક સમારેલા લીલા મરચાં,
૫ થી ૬ બ્રેડની સ્લાઈસ,
૨ ચમચા માખણ,
મીઠું અને મરી સ્વાદ પ્રમાણે.
રીત :-
એક વાસણમાં માખણ ગરમ કરવું અને લસણને થોડી સેકંડ સાંતળવું. મેંદો નાખવો અને ફરી ૧/૨ મિનિટ સાંતળવું. દૂધ ૧/૨ કપ પાણી, ટેબલ ચીઝ અને ૩ ચમચા કુકીંગ ચીઝ નાખવા.
મિશ્રણ જાડું થાય ત્યાં સુધી એક સરખું હલાવવું, લીલા મરચાં નાખવા.
બ્રેડની સ્લાઈસોને શેકી ટોસ્ટ બનાવવા. ટોસ્ટ ઉપર થોડું મરચાંનું મિશ્રણ લગાડવું. બાકીનું કુકીંગ ચીઝ ઉપર ભભરાવવું અને ગુલાબી રંગના થાય ત્યાં સુધી ગ્રીલ કરવા.

ચિલી ગાર્લિક નુડલ્સ



ચિલી ગાર્લિક નુડલ્સ



સામગ્રી :-
૨ કપ બાફેલાં નુડલ્સ,
થોડાં લીલા કાંદા,
બે થી ત્રણ દાંડી ચપટી આજીનો મોટો,
૧/૨ ચમચો ગાર્લિક સોસ,
૧ ચમચો ચીલી સોસ,
૧ ચમચો રીફાઈન્ડ ઓઈલ.
રીત :-
તેલને આકરા તાપે ગરમ કરવું તેમાં લીલાં કાંદાના પાન, આજીનો મોટો બાફેલા નુડલ્સ અને ગાર્લિક સોસ નાખવા અને આકરા તાપ પર ૨ થી ૩ મિનિટ સાંતળવા. ચીલી ઓઈલ નાખવું અને ઊછાળીને બધું મિક્સ કરવું. ગરમ-ગરમ પીરસવું.


 

ગ્રીલ્ડ વેજીટેબલ ટોસ્ટ



ગ્રીલ્ડ વેજીટેબલ ટોસ્ટ



સામગ્રી :-
૬ થી ૭ બ્રેડની સ્લાઈસ,
૨ ચમચા નરમ માખણ,
૩ ચમચી દૂધ,
૭ ચમચા ખમણેલું ચીઝ,
૨ મિડિયમ સાઈઝના બારીક કાપેલાં કાંદા,
૧ બારીક કાપેલું ટામેટું,
૨ ચમચા બાફેલી મકાઈ,
૨ બારીક કાપેલા મરચાં,
મીઠું સ્વાદ પ્રમાણે,
પીરસવા માટે સોસ.
રીત :-
માખણ, દૂધ અને ચીઝ મિક્સ કરવાં, કાંદા, ટામેટાં, મકાઈ, લીલાં મરચાં અને મીઠું નાખવા. બ્રેડને શેકવા. બ્રેડની સ્લાઈસની એક બાજુ શાકનું મિશ્રણ પાથરવુ. બ્રેડની સ્લાઈસને મોડી મિનિટ ગ્રીલ કરવી. શેકાઈ જાય એટલે ટુકડા કાપવા અને સોસ સાથે ગરમ ગરમ પીરસવા.

ગોલ્ડન બ્રોથ



ગોલ્ડન બ્રોથ સૂપ



સામગ્રી :-
૧ મોટું ગાજર,
૧ કાંદો,
૧/૨ બટેટું.
રીત :-
ઉપરની બધી સામગ્રી મિક્સ કરવી. ૪ થી ૫ કપ પાણી નાખવું અને પ્રેશ કુકરમાં બાફવું. બફાઈ જાય એટલે લિક્વીડાઈઝરમાં નાખી એકરસ કરીને સૂપની ગરણીમાં ગાળી લેવું. સ્ટોક તૈયાર.
ઉપરથી નાખવા માટે :-
૧/૨ બારીક કાપેલો કાંદો,
૧/૨ કપ બારીક કાપેલી પાલખ,
૧/૨ કપ દૂધ,
૧/૨ ચમચો માખણ,
મીઠું-મરી સ્વાદ પ્રમાણે.
રીત :-
એક કડાઈમાં માખણને ગરમ કરવું ત્યાર બાદ તેમાં કાંદા નાખી સાંતળવા. પાલખ નાખવી અને ફરી સાંતળવું. ત્યારબાદ ઉપરનો સ્ટોક નાખવો અને ૨ મિનિટ ઉકાળવું. દૂધને થોડું ગરમ કરી અને સૂપમાં નાખવું. મીઠું અને મરી નાખવા. ૧૦ મિનિટમાં સૂપ તૈયાર......
ઉપરથી ચીઝ અથવા ક્રીમ નાખી પીરસવું.

ગાજરનો પુલાવ



ગાજરનો પુલાવ



સામગ્રી :-
પનીર ૨૫૦ ગ્રામ,
૧ વાટકી ચોખા બાસમતી,
૧ કપ પાણી,
૨ નાના ગાજર,
૨ ચમચા ઘી, ૧ કાંદો,
૨ ચમચા આદુની પેસ્ટ,
ગરમ મસાલો,
૪ તેજ પત્તા,
૮ નાની ઇલાયચી,
૧/૫ કપ મરી, બધું ભેગું કરી ખાંડવું,
૫ તજના કટકા, ૧૦ લવિંગ,
૧ ચમચી શાહજીરું, ઘી, કોથમીર, કોર્નફ્લોર,
ટામેટાની ગ્રેવી, ચાંદીનો વરખ.
રીત :-
પ્રેશર કુકરમાં ૨ ચમચા ઘી નાખી તેમાં બધો જ ગરમ મસાલો નાખી ૨ મિનિટ સાંતળો. ત્યારબાદ ટામેટાની ગ્રેવી, ઝીણો સમારેલો કાંદો, ગરમ મસાલો, મીઠું નાખી સાંતળો. ગાજરના લાંબા પાતળા કટકા કરી ૨ કપ પાણી નાખો ત્યારબાદ ચોખા નાખી કુકરમાં બે સીટી વગાડો. પુલાવ ઠરે એટલે તેના ઉપર ચાંદીનો વરખ અને કોથમીર નાખી પીરસવું.

ગાર્લિક બ્રેડ



ગાર્લિક બ્રેડ



સામગ્રી :-
૪ થી ૫ હોટ ડોગ રોલ્સ,
૪ થી ૫ કળી લીલું લસણ,
૧ ચમચો માખણ,
રીત :-
દરેક હોટ ડોગ રોલીને વચ્ચેથી આડો કાપી અડધા ભાગ કરવા. લસણને ક્રશ કરવું અને માખણ લગાડવું. ગરમ ઓવનમાં ૪૦૦ અંશ ફે.ના તાપમાન પર કડક થાય ત્યાં સુધી ગ્રીલ કરવા.


 

ગાજરનો પુલાવ



ગાજરનો પુલાવ



સામગ્રી :-
પનીર ૨૫૦ ગ્રામ,
૧ વાટકી ચોખા બાસમતી,
૧ કપ પાણી,
૨ નાના ગાજર,
૨ ચમચા ઘી, ૧ કાંદો,
૨ ચમચા આદુની પેસ્ટ,
ગરમ મસાલો,
૪ તેજ પત્તા,
૮ નાની ઇલાયચી,
૧/૫ કપ મરી, બધું ભેગું કરી ખાંડવું,
૫ તજના કટકા, ૧૦ લવિંગ,
૧ ચમચી શાહજીરું, ઘી, કોથમીર, કોર્નફ્લોર,
ટામેટાની ગ્રેવી, ચાંદીનો વરખ.
રીત :-
પ્રેશર કુકરમાં ૨ ચમચા ઘી નાખી તેમાં બધો જ ગરમ મસાલો નાખી ૨ મિનિટ સાંતળો. ત્યારબાદ ટામેટાની ગ્રેવી, ઝીણો સમારેલો કાંદો, ગરમ મસાલો, મીઠું નાખી સાંતળો. ગાજરના લાંબા પાતળા કટકા કરી ૨ કપ પાણી નાખો ત્યારબાદ ચોખા નાખી કુકરમાં બે સીટી વગાડો. પુલાવ ઠરે એટલે તેના ઉપર ચાંદીનો વરખ અને કોથમીર નાખી પીરસવું.

ક્વીક ઢોકળા



ક્વીક ઢોકળા



સામગ્રી :-
૬ કપ ચણાનો લોટ, ૨ કપ ખાટું દહીં અથવા છાશ,
૧ કપ બારીક સમારેલી કોથમીર, ૬ ચમચી ઇનો,
૨ ચમચા પીસેલા આદુ-મરચાં
પ્રમાણસર મીઠું, ૨ ચમચા તેલ,
૧/૨ હળદર.
વઘાર માટે :-
૬ ચમચા તેલ, ૪ બોરિયા મરચાં,
રાઈ, હિંગ, તલ ઉપર છાંટવા માટે,
૧/૨ નાળિયેરનું ખમણ, કોથમીર.
રીત :-
ચણાના લોટમાં વલોવેલું દહીં, નવસેકું પાણી અને ગરમ તેલ નાખી ઢોકળા જેવું ખીરું તૈયાર કરવું. ખીરામાં આદુ-મરચાં, મીઠું, હળદર અને કોથમીર નાખી હલાવવું. ખીરાંનાં ૩ સરખા ભાગ કરવા. એક ભાગમાં ૨ ચમચી ઇનોઝ ફ્રૂટ સોલ્ટ નાંખી ચમચાથી ખૂબ ફીણવું કૂકરનાં ડબ્બામાં મિશ્રણ પાથરી ઉકળતા પાણીમાં ૨૦ મિનિટ ઢોકળા બાફી લેવા એવી જ રીતે બીજી બે ભાગનાં ઢોકળાં બાફવાં. ઇનોઝ ફ્રૂટ સોલ્ટ નાખ્યા પછી દરેક ભાગ તરત જ બાફવા મૂકવો.
ઠંડા થયા પછી કાપા પાડી છૂટા કરવા, તેલ ગરમ કરી તેમાં વઘારની ચીજો નાખી વઘારવા, કોપરા અને કોથમીરનું ખમણ છાંટી સર્વ કરવા.

Saturday, January 22, 2011

ઊંધિયાની ખીચડી



ઊંધિયાની ખીચડી




સામગ્રી :-
૧ કપ ચોખા,
૧ કપ મગની ફોતરાવાળી દાળ,
૨૦૦ ગ્રામ પાપડીના ફોલેલા લીલવા,
૪ નાના બટાકા,
૪ રવૈયા, ૨ શક્કરિયાં, કોપરું,
કોથમીર, લીલાં આદું-મરચાં,
૫ કળી લસણ, કેસર, બદામ, પિસ્તા,
દ્રાક્ષ, ઘી, તજ, લવિંગ, ઇલાયચી,
મીઠું, સાકર, હિંગ, ઘી ત્રણ ચમચા, ૨ ૧/૨ કપ પાણી.
રીત :-
પ્રેશરકુકરમાં ૩ ચમચા ઘી નાખવું. ચોખા અને મગની ફોતરાવાળી દાળ ભેગી કરી બે પાણીથી ધોઈ નાખવી. કુકરમાંનું ઘી ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ, ઇલાયચી, મીઠું, સાકર, હિંગ નાખી ૨ મિનિટ સાંતળવું. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ આદું, મરચાં, બટાકા આખા આખા નાનાં રવૈયાં, ૨ શક્કરિયાંનાં મોટા કટકા કરેલા, લીલવા આ બધું મિક્સ કરી, મીઠું, જીરું, હળદર, મરચાં વગેરેનો પાવડર નાખી ખીચડીને ૨ ૧/૨ પાણી નાખી ૨ સીટી વગાડવી સરસ ખીચડી તૈયાર.

ઇન્સટંટ ઇદડા રોલ્સ



ઇન્સટંટ ઇદડા રોલ્સ



સામગ્રી :-
૨૦૦ ગ્રામ ચોખાનો લોટ,
૩૦૦ ગ્રામ અડદનો લોટ,
૧/૪ ચમચી સોડા,
૧/૨ ચમચી બેકીંગ પાવડર,
૩ ચમચા તેલ,
મીઠું પ્રમાણસર,
નવસેકું પાણી.
ચટણી માટે : -
૧ મોટી ઝૂડી કોથમીર,
૧ ટુકડો આદુ,
૧/૨ લીંબુનો રસ,
૬ લીલાં મરચાં,
૬ કળી લસણ,
૨ ચમચા શીંગ,
૧ ચમચી જીરું,
મીઠું સ્વાદ પ્રમાણે,
વઘાર માટે ૩ ચમચા તેલ, રાઈ, હિંગ.
રીત :-
(૧) ચટણીની બધી વસ્તુઓ મિકસ કરી બારીક ચટણી પીસવી.
(૨) ચોખા અને અડદનો લોટ મિકસ કરી તેમાં નવસેકું પાણી રેડી ખીરું તૈયાર કરવું. બેકિંગ પાવડર, સાઈટ્રિક એસિડ અને સોડાને મિકસ કરી તેમાં તેલ રેડી ધીમા તાપે ગરમ કરવા મુકવું. ૧ મિનિટ પછી હલાવીને ઇદડાંનાં મિશ્રણમાં રેડવું. મિશ્રણમાં આદું-મરચાં અને મીઠું નાખી મિક્ષરમાં ફેરવવું અથવા ચમચાથી ફીણવું. થાળીમાં તેલ લગાડી ખૂબ પાતળું પાથરવું ઉપર મરી છાંટવા ઉકળતા પાણીમાં વાસણમાં થાળી મૂકી ઢાંકીને ૩ થી ૪ મિનિટ બાફી લેવું. થાળી ઊંધી કરવી જેથી ઇદડાની મરીવાળી બાજુ નીચે રહેશે. ઉપર ચટણી પાથરવી. રોલ કરવા. રોલને ૨ થી ૩ ભાગમાં ફરી પ્‍લેટમાં ગોઠવવા. તેલમાં રાઈ હિંગનો વઘાર કરી વઘારનો રોલ ઉપર છાંટવો. કોથમીર છાંટી પીરસવી.

કેપ્‍સીકમ પીઝા



કેપ્‍સીકમ પીઝા



સામગ્રી :-
૨ રેડીમેડ પીઝાનો બેઝ,
બ્રશીંગ માટે તેલ.
ટોપીંગ માટે :-
મોઝરેલા ચીઝ એક ડબ્બો,
કેપ્‍સીકમની રીંગ,
લાલ કેપ્‍સીકમની રીંગ,
બજારમાં પોપ્રકા ચીલી તરીકે ઓળખાય છે.
રીત :-
બેકિંગ ટ્રેમાં તેલ વાળું બ્રશ ફેરવી દો અને પીઝાનો બેઝ એમાં રાખો.
પીઝા સોસ પીઝાના બેઝ પર સ્પ્રેડ કરો અને ત્યારબાદ ચીઝ ખમણેલું તેના ઉપર પાથરો.
ત્યારબાદ એના ઉપર કેપ્‍સીકમની રીંગ ગોઠવી દો અને પીઝા પ્રિહીટેડ ઓવનમાં ૪૦૦અંશ ફે.ના તાપમાન ઉપર ૧૦ મિનિટ માટે બેક કરો. ત્યારબાદ તેના ઉપર મરચાંનો પાવડર સ્પ્રેડ કરો. પીઝા તૈયાર.

અનાનસનો પુલાવ



અનાનસનો પુલાવ



સામગ્રી :-
૧ વાટકી ચોખા,
૧ વાટકી સાકર,
૧/૨ નાનું તાજું અનાનસ અથવા પાઈનેપલ ટીન,
૧/૨ કપ ઘી, થોડું દૂધ,
૧ ચમચી ગરમ મસાલો, બદામ, પિસ્તા, દ્રાક્ષ, ચારોળી, કેસર,
મીઠું – જાયફળ જાવંત્રી,
૨ કપ પાણી.
પુલાવનો મસાલો :-
૪ કટકા તજ,
૪ લવિંગ,
૬ મરી, ૫ ઇલાયચી,
૬ બોરિયાં મરચાં,
૧ ચમચી ધાણાં,
૧ ચમચી શાહજીરું,
૧ ચમચી વળિયારી.
રીત :-
(૧) પ્રેશર કુકરમાં ૧/૨ કપ ઘી નાખી પુલાવનો બધો મસાલો નાખી સાંતળવા. ચોખા તથા થોડું પાણી નાખવું. ગરમ મસાલો નાખવો. બદામને બારીક વાટી તેમાં દૂધ અને કેસર ભેળવી પુલાવમાં ઉમેરવું અને પાઈનેપલના સીરપ સાથે પાઈનેપલને પુલાવમાં નાખવું અને ૨ કપ પાણી નાખી કુકરમાં ૨ સીટી વગાડવી, ગરમ પીરસવું.
જો ટીનનું પાઈનેપલ ન લેવું હોય તો તાજા અનાનસના ટુકડા કરી તેમાં બે વાટકી સાકર ભેળવી ધીમા તાપે ગેર પર મૂકવું. થોડું પાણી નાખવું સાકરની ચાસણી થવા આવે ત્યાં સુધી ગેસ પર રાખવું. ઠંડુ પડે એટલે ચોખમાં નાખવા.

માવાના લાડુ



માવાના લાડુ



સામગ્રી :-
૧૦૦ ગ્રામ પનીર,
૧૦૦ ગ્રામ માવો.
૩ ચમચા સાકર,
૧/૨ ચમચી વેનીલા એસેન્સ અથવા ૪ થી ૫ એલચીનો ભૂકો.
રીત :-
પનીરને ખૂબ મસળવું. માવાને ચાળવો. પનીર અને માવાને મિક્સ કરવાં તેમાં સાકર અને વેનીલા એસેન્સ નાખવા અને બરાબર મિક્સ કરવા નાનાં લાડુ વાળવાં અને કાપેલાં બદામ- પિસ્તાથી શણગારવો.

મિલ્ક બોલ



મિલ્ક બોલ



સામગ્રી :-�
૧ ડબો કન્ડેંસ મિલ્ક,
મેરી બિસ્કીટનો ભૂકો,
નારિયેલ ખમણેલું તાજું અથવા સૂકું અથવા
બજારમાં સૂકું ખમણેલાં નાળિયેરનો ભૂકો મળે છે તે લેવો,
નાની ઇલાયચી,
કાજુ, કિસમિસ, બદામ.
રીત :-
એક થાળીમાં કન્ડેન્સ મિલ્ક નાખો. ત્યારબાદ એમાં બિસ્કીટનો ભૂકો ભેળવી દો. હવે ધીમે ધીમે નાળિયેર પાવડર ભેળવો. આ મિશ્રણના નાના-નાના ગોળા બનવો. એમાં કાજુ, કિસમિસ, બદામ અને ઇલાયચી નાખી ડેકોરેટ કરો.


 

તીખા સક્કરપારા



તીખા સક્કરપારા



સામગ્રી :-
1 કીલો ઘઉંનો લોટ
200 ગ્રામ ચણાનો લોટ
હળદર
મરચું
જીરું
તેલ
હિંગ
મીઠું જરૂર પ્રમાણે.
રીત :-
સૌ પ્રથમ ઘઉં અને ચણાનો લોટ ભેગો કરો. તેમાં હળદર, મરચું, જીરું, હિંગ, મીઠું અને તેલનું મોણ ઉમેરી ભાખરી જેવી કઠણ કણક બાંધો. થોડીવાર બાદ તેને તેલથી બરાબર કેળવી લૂઆ કરો. હવે તેમાંથી થોડી જાડી રોટલી વણી, મનપસંદ આકારના કટકા કરી ગરમ તેલમાં ગુલાબી રંગના તળી લો.

કોઠાની જીરાગોળી



કોઠાની જીરાગોળી



સામગ્રી :
2 ચમચી કોઠાનો પાવડર,
1 ચમચી દળેલી ખાંડ,
એકથી દોઢ ચમચી ગોળ,
અડધી ચમચી સંચળ પાવડર,
અડધી ચમચી લાલ મરચું,
ચપટી આખુ જીરુ,
1 ચમચી પાકે કે કાચા કોઠાનો પલ્પ.
રીત :
એક બાઉલમાં કોઠાનો પાવડર લો. તેમાં દળેલી ખાંડ, ગોળ, સંચળ પાવડર, લાલ મરચું, આખુ જીરુ અને કોઠાનો પલ્પ ઉમેરી બધું મિક્સ કરો. તેમાંથી નાની નાની જીરાગોળી વાળી લો.

Friday, January 21, 2011

સેવ બુંદીની ભેળ



સેવ બુંદીની ભેળ



સામગ્રી :
ફુદીનાવાળી સેવ - ૧ કપ,
મસાલાવાળી બુંદી - દોઢ કપ,
સમારેલી ડુંગળી - ૧ નંગ,
સમારેલું ટામેટું -૧ નંગ,
ચાટમસાલો - દોઢ ચમચી,
સમારેલી કોથમીર - ૨ ચમચા,
સમારેલો ફુદીનો - ૧ ચમચો,
લીલી ચટણી - દોઢ ચમચો,
આંબલીની ગળી ચટણી - દોઢ ચમચો,
દાડમના દાણા - પા કપ
રીત:
બારીક સમારેલી ડુંગળી અને ટામેટાંને એક બાઉલ મિકસ કરો. તેમાં મસાલા બુંદી, ફુદીનાવાળી સેવ અને ચાટમસાલો ભેળવો. સમારેલાં કોથમીર અને ફુદીનો નાખી બધું સારી રીતે મિકસ કરો. લીલી ચટણી, આંબલીની ગળી ચટણી ભેળવો. બરાબર મિકસ થાય એટલે તેમાં દાડમના દાણા નાખી તરત જ સર્વ કરો.

ખજૂર - કોકોનટ બોલ્સ



ખજૂર - કોકોનટ બોલ્સ



સામગ્રી :-
250 ગ્રામ ખજૂર
50 ગ્રામ માવો
50 ગ્રામ ડ્રાયફ્રુટ્સ
50 ગ્રામ કોકોનટ પાવડર
દોઢ ચમચી દળેલી ખાંડ
અડધી ચમચી અલચીનો પાવડર
અડધી ચમચી જાયફળનો પાવડર
ઘી જરૂર મુજબ
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં થોડું ઘી મૂકી, તેમાં ઝીણા સમારેલા ખજૂરના ટુકડા સાંતળો. ખજૂર થોડુ નરમ પડે એટલે નીચે ઉતારી લો. ઠંડુ પડે એટલે તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ, દળેલી ખાંડ ઉમેરી બરાબર મિકસ કરો. ત્યારબાદ તેના નાના નાના બોલ્સ વાળો. આ બોલ્સને ટોપરાના છીણમાં રગદોળો.
નોંધ :-
આ વાનગી ઘણી જ સ્વાસ્થ્ય વર્ધક છે. તેમાં ખજૂરના બદલે આપણે અંજીર પણ ઉપયોગમાં લઇ શકીએ છીએ, અથવા તો ખજૂર અને અંજીર બંને પણ લઇ શકીએ છીએ. આ વાનગીને આપણે પ્રસાદ તરીકે પણ ધરાવી શકીએ છીએ અને કીટી પાર્ટીમાં આ વાનગી શોભારૂપ બને છે. નાના બાળકોને આકર્ષવા માટે આ બોલ્સમાં ટુથપીક લગાવી દઇએ તો બાળકો તેને લોલીપોપ તરીકે હોંશે હોંશે આરોગે છે.


 

પૌંઆની ટીકીયા



પૌંઆની ટીકીયા



સામગ્રી :
પૌંઆ, મીઠું, લીલા મરચાં,
કોથમરી, લીંબુ, ખાંડ,
ગરમ મસાલો.
રીત :
પૌંઆને કાણાવાળા વાડકામાં પલાળી બધો મસાલો કરી મિક્સ કરી દો. હવે તેમાથી ટીકીયા વાળી ગરમ તેલમાં ગુલાબી રંગની તળો અથવા લોઢી પર તેલ મૂકી બંને બાજુ સાંતળવી. ગ્રીન ચટણી કે ટમેટાની ચટણી સાથે પીરસો.


 

લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ



લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ



સામગ્રી :
12 નંગ કલકત્તી પાન,
60 ગ્રામ ખાંડ,
ખાંડ ડુબે તે કરતા થોડું વધારે પાણી,
100 ગ્રામ લખનવી વરીયાળી,
થોડો ગ્રીન ફુડ કલર,
પોણો કપ લીલા ટોપરાનું છીણ,
4 ચમચી બૂરુ ખાંડ,
1 ચમચી ગુલકંદ,
અડધી ચમચી એલચી પાવડર,
પા ચમચી લવલીનો મસાલો,
ચાંદીનો વરખ સજાવટ માટે,
ટુટીફ્રુટી સજાવટ માટે.
રીત :
એક કઢાઈમાં ખાંડ લો. તેમાં ખાંડ ડુબે તેના કરતા વધુ પાણી ઉમરો. ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી, લખનવી વરીયાળી તેમાં ઉમેરી થોડો ગ્રીન ફુડ કલર મિક્સ કરી 24 કલાક પલળવા દો.
હવે એક બાઉલમાં લીલા ટોપરાનું છીણ લો. તેમાં બૂરુ ખાંડ અને ગ્રીન કલર ઉમેરી લીલા ટોપરાનું મિશ્રણ તૈયાર કરો.
ત્યારબાદ કલકત્તી પાનની લાંબી કતરણ કરો. એક મોટા બાઉલમાં 24 કલાક પલળીને તૈયાર થયેલી લખનવી વરીયાળી લો. તેમાં ટોપરાનું મિશ્રણ પાનની કતરણ, ગુલકંદ, અલચી પાવડર અને લવલીનો પાવડર ઉમેરી હાથ વડે બરાબર મિક્સ કરો. તૈયાર થયેલો મુખવાસ એક સર્વિંગ ડીશમાં કાઢી, ઉપર ચાંદીનાં વરખથી સજાવો.

સદાબહાર મુખવાસ



સદાબહાર મુખવાસ



સામગ્રી :
1 ચમચી લખનવી વરીયાળી,
1 ચમચી મગજતરીના બી,
4 ચમચી રંગીન વરીયાળી,
2 ચમચી કેસર સોપારી,
1 ચમચી સિલ્વર જીનતાન,
2 ચમચી લાલ જીનતાન,
પા ચમચી ઈજમેટના ફૂલનો પાવડર,
પા ચમચી લવલી માસાલો,
1 ચમચી હીરામોતી પાવડર.
રીત :
લખનવી વરીયાળી અને મગજતરીના બીને ધીમા તાપે શેકી એક બાઉલમાં કાઢી લો. તેમાં મિક્સ રંગીન વરીયાળી, કેસર સોપારી, લાલ કલરના જીનતાન, સિલ્વર રંગના જીનતાન, ઈજમેટના ફૂલ, હીરામોતી પાવડર અને લવલી મસાલો ઉમેરી બધું મિક્સ કરો, આ મુખવાસ લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે.


 

રીચ મુખવાસ



રીચ મુખવાસ



સામગ્રી :
10 નંગ કલકત્તી (નાગરવેલ) પાન,
2 ચમચી સોપારીની કતરણ,
2 ચમચી મીઠું અને હળદર ચડાવેલા તલ,
2 ચમચી મીઠી વરીયાળીનો ભૂકો,
અડધી ચમચી લવલી મસાલો,
અડધી ચમચી લવિંગ પાવડર,
1 ચમચી કાથા પાવડર,
1 ચમચી ગુલાબજળ,
અડધી ચમચી એલચી પાવડર,
ચપટી ઈજમેટના ફૂલ.
રીત :
કલકત્તી પાનને છાંયામાં સૂકવવા. હવે એક બાઉલમાં સોપારીની કતરણ, તલ, મીઠી વરીયાળીનો ભૂકો, લવલી મસાલો અને લવિંગ પાવડર ઉમેરી બધું મિક્સ કરો. તેમાં સૂકવેલા પાનનો ભૂકો અને કાથો ઉમેરી ફરી મિક્સ કરો. હવે તેમાં ગુલાબજળ, ઈજમેટના ફૂલ અને એલચી પાવડર ઉમેરી, બધુ સરખી રીતે ભેળવી, 5 થી 10 મિનિટ માટે મિશ્રણને દાબી દો. ત્યારબાદ સર્વિંગ ડીશમાં કાઢી લો. આ મુખવાસ કાચની બોટલમાં ભરી દેવાથી અઠવાડિયા - 10 દિવસ સુધી સારો રહે છે.

દ્રાક્ષાવટી મુખવાસ



દ્રાક્ષાવટી મુખવાસ



સામગ્રીઃ
150 ગ્રામ દ્રાક્ષ,
30 ગ્રામ દાડમનું ચૂર્ણ,
20 ગ્રામ સંચળ પાવડર,
2 ચમચી મરી પાવડર,
20 ગ્રામ આમચૂર પાવડર,
ચપટી હિંગ,
30 ગ્રામ શેકેલા જીરાનો પાવડર,
150 ગ્રામ બુરૂ ખાંડ.
રીતઃ
એક બાઉલમાં દાડમનું ચૂર્ણ, સંચળ પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, ચપટી હિંગ, જીરા પાવડર અને થોડી બૂરુ ખાંડ રાખીને બાકીની ઉમેરી બધું જ મિક્સ કરો.
હવે પલાળેલી દ્રાક્ષને ક્રશ કરી તેનું પાણી તૈયાર કરો. આ પાણી ધીમે ધીમે તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરતા જઈ, ગોળી વળે એવું મિશ્રણ તૈયાર કરી તેમાંથી નાની નાની ગોળી તૈયાર કરી બૂરુ ખાંડમાં રગદોળો, ચટપટી દ્રાક્ષાવટી તૈયાર.

મસાલા ખારેક



મસાલા ખારેક



સામગ્રી :
150 ગ્રામ ખારેક,
30 ગ્રામ દાડમનું ચૂર્ણ,
20 ગ્રામ સંચળ પાવડર,
2 ચમચી મરી પાવડર,
20 ગ્રામ આમચૂર પાવડર,
ચપટી હિંગ,
30 ગ્રામ શેકેલા જીરાનો પાવડર,
100 ગ્રામ બુરૂ ખાંડ.
રીત :
ખારેકમાં ભરવા માટેનું ચૂર્ણ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં દાડમનું ચૂર્ણ, સંચળ પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, ચપટી હિંગ, જીરા પાવડર અને બૂરુ ખાંડ ઉમેરી બધું જ મિક્સ કરો. હવે લીંબુયુક્ત પાણીમાં 8 થી 10 કલાક પલળીને તૈયાર થયેલી ખારેક લો. તેમાં તૈયાર કરેલું ચૂર્ણ ભરી દો. મસાલા ખારેક તૈયાર.

ચીકુની બરફી



ચીકુની બરફી



સામગ્રી :-
ચીકુનો માવો – 1 કિલો
ખાંડ -600 ગ્રામ
ગ્લુકોઝ – 50 ગ્રામ
કન્ડેન્સ મિલ્ક – 160 ગ્રામ
ચોખ્ખુ ઘી – 100 ગ્રામ,
ચોકલેટ કલર - 2 ગ્રામ,
પસંદગી મુજબનું એસેન્સ - જરૂર પ્રમાણે
રીત :-
ચીકુને પાણીથી ધોઈ છાલ ઉતારી, બી કાઢી નાના નાના ટુકડા કરો. પછી તેને મિકસરમાં ક્રશ કરી માવો બનાવો. હવે આ માવાને ગરમ કરી સતત હલાવતા રહો. ત્રીજા ભાગનો માવો રહે ત્યારે તેમાં ખાંડ, ગ્લુકોઝ અને થોડું ઘી નાખી સતત હલાવતા રહો. માવો ફરી ઘટ્ટ થાય એટલે તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરો. બરાબર ઘટ્ટ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી તેમાં કલર અને એસેન્સ નાખી સરખી રીતે મિકસ કરો. હવે એક વાસણમાં ઘી લગાડી આ માવો તેમાં એકસરખો પાથરી દો. પછી તેને એકથી દોઢ કલાક ઠરવા દો. ઠરી જાય એટલે તેના પીસ કાપી લો અથવા તેને મનપસંદ આકાર આપો.

રવા ઇડલી



રવા ઇડલી



સામગ્રી :
રવો - ૧ વાટકી,
તાજું દહીં - ૧ વાટકી,
ફ્રૂટ સોલ્ટ - ૧ ચમચી,
સમારેલી ડુંગળી - ૧ નંગ,
સમારેલી કોથમીર - ૨ ચમચી,
લીમડાના પાન - ૮-૧૦,
બારીક સમારેલાં લીલાં મરચાં - ૨-૩ નંગ,
મીઠું - સ્વાદ મુજબ
રીત :
એક કડાઇમાં રવાને કોરો જ શેકી લો. તેનો રંગ આછો બદામી થઇ અને સોડમ આવે એટલે નીચે ઉતારી લો. દહીંમાં ફ્રૂટ સોલ્ટ ભેળવો અને બાકીની સામગ્રી મિકસ કરી ખીરું તૈયાર કરો. આ ખીરાને ઇડલીના મોલ્ડમાં નાની નાની ઇડલી ભરી વરાળથી દસ મિનિટ સુધી બાફો. તૈયાર થાય એટલે ગરમ સર્વ કરો. આ ઇડલીમાં ૫ ગ્રામ પ્રોટીન, ૮ કેલરી અને ૨ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ રહેલા છે.

તીખી સેવ



તીખી સેવ



સામગ્રી : -
500 ગ્રામ ચણાનો લોટ
50 ગ્રામ ચોખાનો લોટ
500 ગ્રામ તેલ
4 ચમચી મરચું
2 ચમચી અજમો
સંચળ - મીઠું સ્વાદમુજબ.
રીત :-
ચણાનો લોટ અને ચોખાનો લોટ મિકસ કરી તેમાં મરચું, મીઠું, અજમો, સંચળ નાખી કઠણ કણક બાંધો. કણકને તેલ વડે મસળીને નરમ કરો. એક કડાઇમાં તેલ ગરમ કરો. હવે સેવ પાડવાના સંચામાં લોટ ભરીને ગરમ તેલમાં જ સેવ પાડી, બ્રાઉન કલરની તળી લો.

ડ્રાયફ્રુટ બરફી



ડ્રાયફ્રુટ બરફી



સામગ્રી :
1 કપ માવો
1 કપ ખાંડ
1/2 કપ પનીર
2 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
1 ટેબલસ્પૂન પિસ્તાનો ભૂકો
1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
1/2 ટેબલસ્પૂન એલચીનો ભૂકો
ઘી, એલચીના દાણા
રીત :
દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું. બરાબર ફાટી જાય એટલે કપડામાં બાંધી રાખવું. પછી ઉપર વજન મૂકી, બધું જ પાણી કાઢી નાંખવું. આવી રીતે પનીર બનાવી, વાટી નાંખવું. હવે એક વાસણમાં એક ચમચી ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં થોડા એલચીના દાણા નાંખી, તેમાં માવો, પનીર અને ખાંડ બધું ભેગું કરી નાંખવું. ખાંડ ઓગળે અને મિક્સ થઈ જાય એટલે ઉતારી તેમાં મિલ્ક પાઉડર, બદામ-પિસ્તાં-ચારોળીનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઠરે એટલે કટકા કાપવા.

ચીકુનો હલવો



ચીકુનો હલવો



સામગ્રી :
ચીકુ - ૬ નંગ,
માવો - ૧૦૦ ગ્રામ,
બૂરું ખાંડ - ૧૦૦ ગ્રામ,
દૂધ - ૫૦૦ ગ્રામ,
એલચી - સ્વાદ અનુસાર,
ખાંડ - ૪૦૦ ગ્રામ.
રીત :
ચીકુને ધોઈને તેની છાલ કાઢી ઝીણાં ટુકડા કરો. તેને મિકસરમાં ક્રશ કરી લો. એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે કે અડધું થઈ જાય એટલે ગેસ ધીમો કરી તેમાં ચીકુનો માવો, દૂધનો માવો અને દળેલી ખાંડ નાખી હલાવતા રહો. પછી નીચે ઉતારી તેમાં એલચીના દાણાં નાખી થાળીમાં ઘી ચોપડી પાથરી દો અને ઉપર ચાંદીનો વરખ લગાવી ચેરીથી સજાવો. ચોરસ ટુકડા કરીને સર્વ કરો.

ખજૂરના ઘૂઘરા



ખજૂરના ઘૂઘરા



સામગ્રી :
ખજૂર ૨૫૦ ગ્રામ,
ખસખસ ૧૫ ગ્રામ,
ચારોળી ૧૫ ગ્રામ,
એલચી ૧૦ ગ્રામ,
મેંદો ૧૨૫ ગ્રામ,
દળેલી ખાંડ ૫૦ ગ્રામ,
ઘી ૨૫૦ ગ્રામ.
બનાવવાની વિધિ :
ખજૂરમાંથી ઠળિયા કાઢી તેને ટુકડા જેવું કરીને કડાઇમાં ઘી નાંખીને જરા સાંતળી લો. તે નરમ થઇ ગયા બાદ ઠંડું પાડો અને પછી તેમાં દળેલી ખાંડ, એલચી પાઉડર, ચારોલી, ખસખસ વગેરે નાંખીને તેનું પુરણ બનાવો. પછી થોડું ઘી લઇ તેને થાળીમાં ફીણો. મેંદાનો લોટ કઠણ બાંધો. તેને ઝુડીને નરમ પાડો અને તેમાં ખજૂરનું પુરણ ભરાય તેવી પુરી બનાવીને પુરણ ભરી ઘુઘરા બનાવો ગરમ ઘીમાં તળી લો.

રવાની ઉપમા




રવાની ઉપમા



સામગ્રી :
500 ગ્રામ રવો,
100 ગ્રામ અડદ-દાળ,
100 ગ્રામ કોપરા-છીણ,
વાટેલ આદું-મરચાં,
છાશ, કોથમીર, લીંબુ, મીઠું, તેલ,
દ્રાક્ષ, હિંગ, લીમડો, ખાંડ.
રીત :
સૌ પ્રથમ અડદની દાળને સાફ કરી, ધોઈ કોરી કરો. તેલ ગરમ કરી હિંગ અને મીઠા લીમડાનાં પાનનો વધાર કરી દાળને નાખીને સાંતળો. તેમાં રવો અને દ્રાક્ષ નાખી શેકો. પછી તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું, ખાંડ નાખીને, તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો. પછી છાશ ભેળવીને સીઝવો. તૈયાર થયે નીચે ઉતારી તેની ઉપર સમારેલ કોથમીર અને ખમણેલ કોપરું ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ઉપમાની ચટણી માટે 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી નારિયેળ-છીણ, 1 વાટકી દહીં, આદું, કોથમીર, દળેલ ખાંડ, મરચાં અને મીઠું તૈયાર કરો. સૌ પ્રથમ ચણાની દાળને શેકીને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખો. પાણી નિતારી તેમાં આદું-મરચાં, નારિયેળનું છીણ, ખાંડ, મીઠું, કોથમીર ભેગું કરી ચટણી કરો. તેમાં દહીં નાખી રસાધાર ચટણી બનાવો. હવે ઉપર બનાવેલ ઉપમા સાથે પીરસો.

ગાંઠિયા



ગાંઠિયા



સામગ્રી :
25 ગ્રામ સાજીખાર
500 ગ્રામ ચણાનો લોટ (બેસન)
100 ગ્રામ તેલ મોણ માટે
1 ટીસ્પૂન મીઠું
થોડો અજમો,
તળવા માટે તેલ
રીત :
આશરે ત્રણ કપ પાણીમાં સાજીખાર નાંખી, ઉકાળવું. બે કપ પાણી રહે એટલે ઉતારી, ઠરવા દેવું. ચણાના લોટમાં મીઠું, અધકચરો ખાંડેલો અજમો અને તેલનું મોણ નાંખવું. પછી સાજીખારનું નીતર્યું પાણી લઈ કઠણ લોટ બાંધવો. તેલનો હાથ લઈ, પાટલી ઉપર તેલ લગાડી, હાથથી વળ દઈને ગાંઠિયા બનાવી, તેલમાં તળી લેવા અથવા ગાંઠિયાના મોટા કાણાના ઝારાથી ગાંઠિયા પાડી, તેલમાં તળી લેવા.