Friday, January 21, 2011

અંજીર પાક



અંજીર પાક



સામગ્રી :
અંજીર ૫૦૦ ગ્રામ,
ખાંડ ૫૦૦ ગ્રામ,
દૂધ ૨ લિટર,
કોપરું ૧૦૦ ગ્રામ,
એલચી ૫ ગ્રામ,
બદામ-પીસ્‍તા ૨૫ ગ્રામ. �
બનાવવાની વિધિ :
પહેલા તો દૂધને ખૂબ ઉકળવા માટે રાખો. તે દરમ્‍યાન અંજીરના બારીક એવા ટુકડા કરી લો. અને તેને ઊકળતા દૂધમાં નાખો. અંજીર બફાઇ ગયા બાદ તેનો પે‍સ્‍ટ જેવો માવો બનાવો. નાના ટુકડા બચે તો ચાલશે. ત્યાર બાદ તેમાં ખાંડ, કોપરા ખમણ, એલચી પાઉડર અને બદામ-પીસ્‍તા જરા વાટી નાંખવા. તે મિશ્રણ તાપ પર રાખો અને ઘટ્ટ થતાં નીચે ઉતારીને ઘીવાળી થાળીમાં ઢાળી દો. તે ઠંડું પડતાં તેના કાપા પાડી ભરી લો.
આ પાક શકિતથી ભરપૂર છે. ખાસ કરીને બાળકોને માટે તે વધુ હિતકારી છે. તેમાં જરા પણ ઘીની જરૂર પડતી નથી તેથી તે વધુ સરળ અને સસ્‍તો પડે છે તેમજ સ્‍વાદિષ્‍ટ પણ લાગે છે.
નોંધ :-
તેમાં ઇચ્‍છો તો થોડો ખજૂરનો માવો પણ નાંખી શકાય.

No comments: