શકિતવર્ધક પાક

ઘઉંનો લોટ ૧૦૦ ગ્રામ,
ઘી ૨૦૦ થી ૧૫૦ ગ્રામ,
અડદનો લોટ ૫૦ ગ્રામ,
ગુંદકણી ૨૦ ગ્રામ,
ચણાનો લોટ ૫૦ ગ્રામ,
સૂકા કોપરાનું ખમણ ૨૫ ગ્રામ,
ખાંડ કે ગોળ ૩૦૦ ગ્રામ,
સૂંઠ ૫ થી ૧૦ ગ્રામ.
બનાવવાની વિધિ :
પ્રથમ ઘઉંનો લોટ, અડદનો લોટ તથા ચણાનો લોટ તપેલીમાં થોડું થોડું ઘી મૂકીને અલગ અલગ શેકી લો. પછી ઘી ગરમ મૂકી તેમાં ગુંદકણી તળી લો. ત્યારબાદ ગોળ લીધો હોય તો થોડા ધીમાં તેનો પાયો (રાબડી) બનાવી, તેમાં બધા લોટ નાંખો. ખાંડ લેવી હોય તો ખાંડની અઢી તારી ચાસણી કરવી. પછી તેમાં બધા લોટ, કોપરાનું ખમણ, તળેલી ગુંદકણી તથા સૂંઠ નાંખી બધું હલાવી, સુખડીની જેમ પાક બનાવી લો. ખાંડ કે ગોળ ઓછાં લાગે છે તો તે વધુ પ્રમાણમાં ઉમેરવા. ઘી ચોપડેલી થાળીમાં તે ઢાળી દાબી દઇ ઠારો થોડી વાર પછી તેના છરીથી ચકતા પાડી લો.
શિયાળામાં આ ‘પુષ્ટિ પાક’ ઘરનાં બધા માટે ખૂબ શકિતવર્ધક તથા પુષ્ટિદાયક છે.
No comments:
Post a Comment