પૌષ્ટિક પાક

મેંદો ૨૦૦ ગ્રામ,
એલચી ૩ ગ્રામ,
ઘી ૨૦૦ ગ્રામ,
ખાંડ ૨૫૦ ગ્રામ,
ગુંદર ૧૦૦ ગ્રામ,
માવો ૫૦ ગ્રામ,
બદામ પીસ્તા ૨૫-૨૫ ગ્રામ,
સફેદ મુસળી ૨૫૦ ગ્રામ,
ગંઠોડા ૩ ગ્રામ,
ગોખરુ ૩ ગ્રામ,
શતાવરી ૩ ગ્રામ,
સફેદ મરી ૩ ગ્રામ,
ચાંદીના વરખ થોડા,
કેસર ૧ ગ્રામ
બનાવવાની વિધિ :
પહેલાં તો કડાઇમાં ઘી રાખી તેમાં ગુંદરની કણીને તળી લો. તેના દાણાનો પછી પાઉડર બનાવો. સફેદ મૂસળીનો પાઉડર લઇને ઘીમાં શેકી લો. માવો પણ ઘીમાં શેકી લો.
ત્યાર બાદ એક મોટા વાસણમાં ૧૫૦ ગ્રામ ઘીમાં મેંદાને ગુલાબી રંગનો શેકો. તાપ ખૂબ ધીમો રાખવો. તેમાં ગોળ ન પડે તે ધ્યાન રાખવું. ત્યારબાદ ખાંડની બેતારની ચાસણી કરો. તેનો મેલ પણ દૂર કરી લો. કેસરને દૂધમાં ઘૂંટીને તેમાં ભેળવો. તેમાં મેંદો, ગુંદર ચૂરો, સફેદ મૂસળી, બદામ પીસ્તાની કાતરીનો ચૂરો, એલચી પાઉડર નાખો અને સરખી રીતે તેને હલાવી ત્યારબાદ ઘીવાળી થાળીમાં તેને ઢાળી દો. ઠંડું પડતાં ચાંદીના વરખ લગાડો અને કાપા પાડીને તેને પીરસી દો.
No comments:
Post a Comment