
સામગ્રી :-
૧ કપ મગની દાળ ફોતરાવાળી
૧ કપ ઘઉંના ફાડા
૧/૨ કપ બટાટા સમારેલા
૧ કપ લીલા વટાણા
૧ કપ ઝીણી સમારેલી ફણસી
૧/૨ કપ ફણગાવેલા દેશી ચણા
૧/૪ કપ કૅપ્સિકમ ચોરસ ટુકડામાં સમારેલાં
૧ કપ સમારેલા કાંદા
૪ થી ૫ કળી લસણ
૧ ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
૧/૨ ચમચી મરી
૧/૨ ચમચી હળદર
૧ ચમચી મરચું
સ્વાદ અનુસાર મીઠું
વઘાર માટે :- ૧ ટુકડો તજ, ૩ લવિંગ, ૧ ચમચી જીરું, ૧/૪ ચમચી હિંગ, ૩ ચમચા ઘી.
રીત :-
સૌ પ્રથમ મગની દાળ અને ફાડાને ધોઈને અડધી કલાક પલળવા દો. પાણી નિતારીને બાજુ પર મૂકો. હવે પાંચ કપ પાણી ઉકાળીને રાખો. સમારેલી ફણસીને પાણીમાં બાફીને નિતારી લો. ત્રણ ચમચી ઘી કૂકરમાં મૂકી તેમાં તજ, લવિંગ જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં લસણની પૅસ્ટ નાખીને હલાવો, ત્યારબાદ કાંદા ઉમેરો ફરીથી થોડું હલાવી તેમાં દાળ, ફાડા અને સમારેલાં શાક અને મસાલો નાખી પાંચ થી છ મિનિટ સાંતળો. હવે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી, પ્રેશર કૂકર બંધ કરો. ચાર થી પાંચ સીટી વાગવા દો. કૂકર ઠંડું થાય પછી તેને ખોલો અને ખીચડીને ઉપરથી થોડું ઘી નાંખીને હલાવી નાંખો.
સર્વિંગ બાઉલમાં કાઢીને દાડમનાં દાણા, ફીણેલી મલાઈ અને લીલી કોથમીરથી સજાવીને દહીં, લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો
No comments:
Post a Comment