લીલવાની કચોરી
આજે હું તમને કચોરી બનાવવાની રીત કહુ છુ. કચોરી આમ તો બની ગયા પછી ખવાય પણ સાચુ કહું તો બને એ દરમિયાન જ માવો તૈયાર થાય છે એ ખાવાની પણ મને તો મજા પડે છે.
સામગ્રી:અઢીસો ગ્રામ લીલવા, ૧૦ લીલા મરચાં, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, ૧ ચમચી તલ, ચપટી સાજીના ફૂલ, ૧ બટાકુ, ૫૦ ગ્રામ પૌંવા, ૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર, અર્ધી ચમચી લીંબુના ફૂલ, ૨ ચમચી ખાંડ, ૧ ચમચી ગરમ મસાલો, કાકુ, દ્રાક્ષ, ૩૦૦ ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો, ૧ ચમચી બૂરું ખાંડ, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું
રીત:લીલવાને ધોઈની અધકચરા વાટો, લીલા મરચાં, આદુને પણ વાટો. આ પછી એક વાસણમાં વધુ પડતુ તેલ લઈને રાઈ, તલ, લીલાં મરચાં, આદુ નાખી લીલવા વઘારો, મીઠં નાખો. સાજીના ફૂલ પાણીમાં ઓગાળી નાખો. લીલવા ઓછા હોય તો બટાકા બાફીને છીણીને નાખો.લીલવા ચડી જાય એટલે બધો મસાલો નાખો. ઘઉના લોટમાં અથવા મેંદામાં થોડો ઘઉનો લોટ નાખીને ચમચી મીઠુ અને બે ચમચી તેલ નાખી લોટ બાંધો. પૂરી વણીને મસાલો ભરી કચોરી વાળો તથા ગરમ તેલમાં તળી લો.કચોરી તૈયાર.
Sunday, January 30, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment