પકોડીનું રાયતું

(૧) દહીં : ૫૦૦ ગ્રામ
(૨) લાલ મરચું : ૧/૪ ચમચી
(૩) તેલ : ૧ ચમચો
(૪) પકોડી : ૧ વાટકો
(૫) મીઠું : પ્રમાણસર
(૬) રાઈ : ચમચી
(૭) કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી.
બનાવવાની રીત :
દહીંને વલોવી તેમાં પકોડી નાખી, રાઈ-જીરાના વઘારમાં મરચું નાખી વઘાર કરી રાયતાને કોથમીરથી શણગારો. જમવાના ઉપયોગમાં લેતા પહેલાં મીઠું નાખો.
જો કડક પકોડી ભાવતી હોય તો ખાવાના ઉપયોગમાં લેતા પહેલાં રાયતામાં પકોડી નાખવી. (રાયતામાં પહેલાંથી મીઠું નાખીને રહેવા દેવાથી રાયતું ખાટું થઈ જાય છે.)
No comments:
Post a Comment