ઇન્સટંટ ઇદડા રોલ્સ
સામગ્રી :-
૨૦૦ ગ્રામ ચોખાનો લોટ,
૩૦૦ ગ્રામ અડદનો લોટ,
૧/૪ ચમચી સોડા,
૧/૨ ચમચી બેકીંગ પાવડર,
૩ ચમચા તેલ,
મીઠું પ્રમાણસર,
નવસેકું પાણી.
ચટણી માટે : -
૧ મોટી ઝૂડી કોથમીર,
૧ ટુકડો આદુ,
૧/૨ લીંબુનો રસ,
૬ લીલાં મરચાં,
૬ કળી લસણ,
૨ ચમચા શીંગ,
૧ ચમચી જીરું,
મીઠું સ્વાદ પ્રમાણે,
વઘાર માટે ૩ ચમચા તેલ, રાઈ, હિંગ.
રીત :-
(૧) ચટણીની બધી વસ્તુઓ મિકસ કરી બારીક ચટણી પીસવી.
(૨) ચોખા અને અડદનો લોટ મિકસ કરી તેમાં નવસેકું પાણી રેડી ખીરું તૈયાર કરવું. બેકિંગ પાવડર, સાઈટ્રિક એસિડ અને સોડાને મિકસ કરી તેમાં તેલ રેડી ધીમા તાપે ગરમ કરવા મુકવું. ૧ મિનિટ પછી હલાવીને ઇદડાંનાં મિશ્રણમાં રેડવું. મિશ્રણમાં આદું-મરચાં અને મીઠું નાખી મિક્ષરમાં ફેરવવું અથવા ચમચાથી ફીણવું. થાળીમાં તેલ લગાડી ખૂબ પાતળું પાથરવું ઉપર મરી છાંટવા ઉકળતા પાણીમાં વાસણમાં થાળી મૂકી ઢાંકીને ૩ થી ૪ મિનિટ બાફી લેવું. થાળી ઊંધી કરવી જેથી ઇદડાની મરીવાળી બાજુ નીચે રહેશે. ઉપર ચટણી પાથરવી. રોલ કરવા. રોલને ૨ થી ૩ ભાગમાં ફરી પ્લેટમાં ગોઠવવા. તેલમાં રાઈ હિંગનો વઘાર કરી વઘારનો રોલ ઉપર છાંટવો. કોથમીર છાંટી પીરસવી.

No comments:
Post a Comment