Friday, January 21, 2011

ખારેક પાક



ખારેક પાક



સામગ્રી :
ખારેક પાઉડર ૨૦૦ ગ્રામ,
સાકર ૧૦૦ ગ્રામ,
કોપરા ખમણ ૫૦ ગ્રામ,
પીપરી મૂળ ૧૫ ગ્રામ,
બદામ ૭૫ ગ્રામ,
ખસખસ ૧૦ ગ્રામ,
શિંગોળાનો લોટ ૫૦ ગ્રામ,
ચારોળી ૨૫ ગ્રામ,
સૂંઠ ૨૫ ગ્રામ
બનાવવાની વિધિ :
પહેલાં તો ખારેક પાઉડર ચૂરો તૈયાર રાખો. બદામની કાતરી કરીને સૌતળી લો. કોપરા ખમણને ઘીમાં શેકી લો સૂંઠ-ગંઠોડા (પીપરી મૂળ) નો પાઉડર તૈયાર રાખો. ખારેક ચૂરાને ઘીમાં આથી દો. બીજે દિવસે ખાંડની પતાસા જેવી ઘાટી ચાસણી કરો. તેમાં ઉપરના બધા પાઉડર વગેરે નાખો અને ભેળવીને સરખી રીતે હલાવી લો. શિંગોડાનો લોટ ઘીમાં શેકીને તેમાં ઘીવાળી થાળીમાં તૈયાર મિશ્રણ ઢાળી દો અને કાપા પાડી લો.

No comments: