ખજૂર રોલ

ખજૂર ૨૦૦ ગ્રામ,
કોપરું ૧૦૦ ગ્રામ,
દળેલી ખાંડ ૪૦૦ ગ્રામ,
ખસખસ ૧૦૦ ગ્રામ,
જાયફળ પાઉડર ૩ ગ્રામ,
એલચી પાઉડર ૫ ગ્રામ,
મેંદો ૨૦૦ ગ્રામ,
ઘી તળવા માટે
બનાવવાની વિધિ :
કડાઇમાં કોપરાનું ખમણ પહેલા શેકી લો. તેમાં તે ઠંડા થયા બાદ ખસખસ, એલચી, જાયફળ પાઉડર પણ ભેળવી દો. ખજૂરને ધોઇને ઠળિયા કાઢી લો. અને તેનો માવો બનાવી કોપરામાં ભેળવી દો. તેમજ દળેલી ખાંડ પણ ભેળવી દો અને તેનું પુરણ બનાવીને તૈયાર રાખો.
મેંદામાં ઘીનું મોણ નાખો અને પુરીનો લોટ બાંધી દો તેમાંથી લુઆ લઇ જરા મોટી એવી પુરી વણી લો. તે પુરી પર દૂધ લગાડી ઉપર ખજૂરનું પુરણ પાથરી દો અને તેનો ગોળ રોલ વાળી લો. તેની બંને બાજુની કિનારી પણ દબાવી દો. પછી તે રોલને ગરમ ઘીમાં ગુલાબી એવા તળી લેવા. તે ૭-૮ દિવસ સુધી સારા રહે છે. અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.
No comments:
Post a Comment