તલખજૂર પાક
સામગ્રી :
ખજૂર ૫૦૦ ગ્રામ,
સૂંઠ ૧૦ ગ્રામ,
તલ ૨૦૦ ગ્રામ,
કોપરાખમણ ૧૦૦ ગ્રામ,
ખાંડ (થોડી સ્વાદ મુજબ),
ઘી ૫૦ ગ્રામ.
બનાવવાની વિધિ :
પહેલાં તો તલને થોડા શેકી લો. અને તેને ખાંડી લો. ખજૂરના ઠળિયા કાઢીને તેમાં ઘી નાંખીને થોડું ખાંડી લો. તેમાં તલ નાંખીને પણ ખાંડો. એકરસ માવો થઇ ગયા બાદ તેમાં સૂંઠ, કોપરા ખમણ નાંખો. કડાઇમાં ઘી નાંખીને તે મિશ્રણને શેકો (આમાં ખાંડની જરૂર હોતી નથી છતાં જેઓ ઇચ્છે તેઓ ૨૫ ગ્રામ જેટલી નાંખી શકે છે) તૈયાર થતાં તેને ચીકાશવાળી થાળીમાં ઢાળી દો અને કાપા પાડીને ડબામાં ભરી લો.
નાનાં બાળકો માટે આ એક ઉત્તમ પાક છે. તે એક ઉત્તમ, સસ્તો અને શકિતવર્ધક શિયાળુ પાક છે.

No comments:
Post a Comment