Sunday, January 30, 2011

દાળવડા

દાળવડા

સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં ખાડાના દાળવડા, અંબિકાના દાળવડા પ્રખ્યાત છે.તમે ઘરે થોડો કૂથો કરો તો તમે પણ એટલા જ ટેસ્ટી દાળવડા બનાવી શકો છો. એક વખત હાથ બેસી જશે પછી તો તમારા દાળવડા પણ પ્રખ્યાત થઈ જશે. ચાલો દાળવડા બનાવવાની વિધિ જોઈ લો.

સામગ્રી: ૫૦૦ ગ્રામ મગની દાળ(ફોતરાવાળી) આદુનો નાનો ટુકડો, ડઝન લીલા મરચા, લસણ ૧૦ કળી, ચપટી હીંગ, ડુંગળી, મરચાં, ખપ પૂરતું તેલ અને મીઠું

રીત: છથી આઠ કલાક માટે દાળને પલાડો. આ પછી તેમે મિક્સરમાં અધકચરી વાટો અને મીઠું નાખો. આદુ, મરચાં, હિંગ, લસણ વાટીને નાખો અને ફીણીને ગરમ તેલમાં વડા ઉતારો.ડુંગળી લાંબી કાપો, મીઠું નાખો, મરચાં તળીને મૂકો અને ડીશમાં તૈયાર થયેલી સ્વાદની જોરદાર મસ્તીને જીભે લાવવા તૈયાર રહો.

અહીં કેટલીક ટીપ્સ પણ આપી દઉ કે મગની દાળમાં થોડી અડદની દાળ નાખી શકો છો. ઉપરાંત સાદી મગની દાણના અને ચોળા તથા અડદની દાળના પણ વડા થઈ શકે છે. દાળમાં થોડા ચોખા નાખો તો દાળવડા બહેતર બની શકે છે.

No comments: