ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
જરુરી સામગ્રી :
(૧) ઢોકળાં લોટ : અડધો કિલો (ચોખા : ૧ માપ, અડદની દાળ અડધો માપને ભેગાં કરી કરકરો પીસેલો લોટ)
(૨) ખાટું દહીં : ૧ વાટકો
(૩) સોડા : અડધી ચમચી
(૪) મીઠું
(૫) મરચાં : ઝીણાં વાટેલાં ૪
(૬) તેલ : ૧ ચમચો
(૭) હળદર : પા ચમચી
(૮) કોથમીર : ઝીણી સમારેલી
(૯) ઘી.
ચટણી :
(૧) કોથમીર : ૧ ઝૂડી
(૨) લીલાં મરચાં : ૮ થી ૧૦
(૩) લીલા વટાણાના દાણા : ૨ ચમચા
(૪) જીરું : ૧ ચમચી
(૫) ખારી શીંગ : (છોતરાં કાઢેલી) ૧ ચમચો
(૬) મીઠું.
બનાવવાની રીત :
પ્રથમ ખાટા દહીંને મોટા તપેલામાં લઈ તેમાં પાણી નાંખી પ્રમાણસર છાશ કરવી.
છાશને ગરમ કરવી. એમાં પા ચમચી સોડા નાખવો. પછી છાશમાં થોડો થોડો લોટ નાંખતા જવું અને રવઈથી હલાવતા જવું. આમ બધો લોટ નાંખી ઢોકળાંનો લોટ તૈયાર કરવો. લોટમાં ગઠ્ઠા પડવા દેવા નહીં. તેમજ સાધારણ જાડો રાખવો. આ લોટને ૫ થી ૬ કલાક આથો આથવવા માટે ઢાંકી ગરમ જગ્યામાં મૂકી દો. હવે ઢોકળાં બનાવતા પહેલાં તેમાં મીઠું અને લીલાં મરચાં નાખો અને હલાવો. એક વઘારની વાટકીમાં તેલ ગરમ કરી તેમાં સોડા નાખી લોટમાં નાખી લોટને ખૂબ જ હલાવો. લોટને બીજી તપેલમાં બરાબર અડધો અડધો કરો. એક તપેલાના લોટમાં હળદર નાંખી લોટ પીળા રંગનો કરો અને બીજો લોટ સફેદ જ રાખો.
હવે ઢોકળાં બનાવવાના ડબ્બામાં પાણી ઊકળવા મૂકો. ઢોકળાં બનાવવા થાળી પાણીથી ધોઈને તેમાં થોડું તેલ ચોપડો,પછી તેમાં અડધા ઇંચ જાડાં ઢોકળાં થાય તેટલો સફેદ ઢોકળાંનો લોટ નાંખી ઢોકળાં થવા મૂકો. પછી બીજી પણ ઢોકળાંની થાળી આવી રીતે તૈયાર કરો. ૫ થી ૭ મિનિટ પછી અધકાચી ઢોકળાંની થાળી ડબ્બામાંથી કાઢી લઈને બીજી થાળી ડબ્બામાં મૂકો.
ઢોકળાંની થાળીમાંથી વરાળ નીકળી જાય ત્યારે તેની ઉપર ચમચીથી ચટણી ચોપડો. ચટણી બરાબર ચારે બાજુ ફરતી થોડું જાડું ચટણીનું થર થાય તેવી રીતે ચોપડવી. જેથી વચ્ચે ઢોકળાંનો સફેદ ભાગ દેખાય નહીં.
પછી તેની ઉપર પીળા રંગનો ઢોકળાંનો લોટ પાથરો. લોટ ચારે બાજુ સરખો કરવા માટે થાળી હલાવો. પીળા રંગનો લોટ પણ સફેદ રંગના લોટ જેટલો જ જાડો પાથરો.
હવે આટલી વારમાં ડબ્બામાં મૂકેલી ઢોકળાંની થાળી અધકાચી તૈયાર થઈ ગઈ હશે. એટલે તે કાઢી લઈ તે તૈયાર કરેલ સેન્ડવીચ ઢોકળાંની થાળી ડબ્બામાં સીજવવા મૂકો. લગભગ ૧૦ થી ૧૨ મિનિટ પછી ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાંની થાળી તૈયાર થઈ જશે. ઢોકળાં બરાબર સીજી ગયા છે કે નહીં તે ચકાસવા થાળીની વચ્ચે સાફ કરેલું ચપ્પુ ઊભું નાખો. જો ચપ્પુ કોરું બહાર આવશે તો સમજો તમારા ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં તૈયાર અને જો ચપ્પુ ઉપર લોટ ચીટકેલો લાગે તો તેને સીજવવા માટે ફરીથી ડબ્બામાં મૂકો.
આ બધા લોટના સેન્ડવીચ ઢોકળાં બનાવવા તૈયાર સેન્ડવીચ ઢોકળાં ઉપર ચમચીથી ચારે બાજુ ઘી લગાડવું. પછી વરાળ નીકળી જાય ત્યારે તેમાં સરખા સકરપારા આકારના કાપા કરી એક એક ઢોકળાંનો ટુકડો છૂટો પાડી ડીશમાં સુશોભિત રીતે ગોઠવીને પીરસવા.
પીરસતી વખતે તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી. આ ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં દેખાવમાં ખૂબ જ આકર્ષક તેમજ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. બનાવવામાં ખૂબ જ સહેલા છે. લીલી ચટણી સાથે પીરસવા.

No comments:
Post a Comment