Friday, January 21, 2011

ખજૂર - કોકોનટ બોલ્સ



ખજૂર - કોકોનટ બોલ્સ



સામગ્રી :-
250 ગ્રામ ખજૂર
50 ગ્રામ માવો
50 ગ્રામ ડ્રાયફ્રુટ્સ
50 ગ્રામ કોકોનટ પાવડર
દોઢ ચમચી દળેલી ખાંડ
અડધી ચમચી અલચીનો પાવડર
અડધી ચમચી જાયફળનો પાવડર
ઘી જરૂર મુજબ
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં થોડું ઘી મૂકી, તેમાં ઝીણા સમારેલા ખજૂરના ટુકડા સાંતળો. ખજૂર થોડુ નરમ પડે એટલે નીચે ઉતારી લો. ઠંડુ પડે એટલે તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ, દળેલી ખાંડ ઉમેરી બરાબર મિકસ કરો. ત્યારબાદ તેના નાના નાના બોલ્સ વાળો. આ બોલ્સને ટોપરાના છીણમાં રગદોળો.
નોંધ :-
આ વાનગી ઘણી જ સ્વાસ્થ્ય વર્ધક છે. તેમાં ખજૂરના બદલે આપણે અંજીર પણ ઉપયોગમાં લઇ શકીએ છીએ, અથવા તો ખજૂર અને અંજીર બંને પણ લઇ શકીએ છીએ. આ વાનગીને આપણે પ્રસાદ તરીકે પણ ધરાવી શકીએ છીએ અને કીટી પાર્ટીમાં આ વાનગી શોભારૂપ બને છે. નાના બાળકોને આકર્ષવા માટે આ બોલ્સમાં ટુથપીક લગાવી દઇએ તો બાળકો તેને લોલીપોપ તરીકે હોંશે હોંશે આરોગે છે.


 

No comments: