Sunday, January 30, 2011

સોયા – કૉર્ન ટિક્કી


સોયા – કૉર્ન ટિક્કી







આજની વાનગી ખુશ્બૂ તરફથી ……


સામગ્રી :-


૧ કપ મકાઇના દાણા
૧/૨ કપ સોયા ચન્ક્સ
૧/૪ કપ દાળિયા
૪-૫ લીલા મરચા (બારીક સમારેલાં)
૨ ટી સ્પૂન આદુ-લસણની પૅસ્ટ
૨-૩ ટી સ્પૂન લીંબુનો રસ
૧ ડુંગળી (બારીક સમારેલી)
૨-૩ ચમચી મેંદો
૧ ચમચી ગરમ મસાલો
૧/૨ ચમચી હળદર
કોથમીર (બારીક સમારેલી)
મીઠું સ્વાદ અનુસાર
તેલ અથવા ઘી પેટિસ શેકવા માટે


રીત :-


સૌ પ્રથમ એક વાસણમાં સોયા ચન્ક્સ લઈ, તે ડુબે એટલું પાણી અને થોડું મીઠું નાખીને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. પછી ચારણીમાં નાંખી ને પાણી નિતારી લો. મકાઇના દાણાં તથા દાળિયાને મિક્સરમાં ક્રશ કરી લો. બહુ લીસી પેસ્ટ ના કરવી, સહેજ અધકચરું રહેવા દેવું. ત્યાર બાદ એક બાઉલમાં આ મિશ્રણ કાઢી, તેમાં ઉકળેલાં સોયા ચન્ક્સ, આદુ-લસણની પેસ્ટ, ઝીણા સમારેલા મરચાં, ડુંગળી, લીંબુનો રસ, મીઠું, ગરમ મસાલો, હળદર, કોથમીર એ બધું જ ઉમેરીને બરાબર મિક્સ કરવું. અને આ મિશ્રણમાં બાઈન્ડિંગ માટે જરૂર મુજબ મેંદો ઉમેરવો.


હવે, આ મિશ્રણમાંથી મનપસંદ આકારની ટિક્કી બનાવીને નૉન-સ્ટીક તવી પર તેલ મૂકીને બંને બાજુ શેકી લેવી.


ટિક્કીને લીલી ચટણી અથવા ટોમટો-ચિલી સોસ સાથે સર્વ કરો.

No comments: