Sunday, January 30, 2011

કેબૅજ પનીર કોન


કેબૅજ પનીર કોન







સામગ્રી :-
કોબી – ૨૫૦ ગ્રામ
સીંગદાણા – ૧૫૦ ગ્રામ
પનીર – ૧૦૦ ગ્રામ
મેંદો – ૨૫૦ ગ્રામ
ચોખાનો લોટ – ૧ ચમચો
વાટેલા આદુ મરચા – ૨ ચમચી
ગરમ મસાલો – ૧/૨ ચમચી
આમચૂર – ૧ ચમચી
તેલ - તળવા માટે
મીઠું અને ખાંડ – સ્વાદ પ્રમાણે



રીત :-
મેંદો અને ચોખાનો લોટ ચાળી લો.
તેમાં પ્રમાણસર મીઠું અને તેલનું મોણ નાખીને લોટ બાંધો.
કોબી છીણી લો, ખારી સીંગનો ભૂકો કરો અને પનીરને હાથથી છૂટું પાડી લો.
એક વાસણમાં તેલનો વઘાર મુકો, તેમાં આદુ મરચાની પૅસ્ટ નાખીને કોબી સાંતળો. પછી તેમાં ખારી સીંગનો ભૂકો નાખો. સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આમચુર, ગરમ મસાલો નાખો. હવે તેમાં છૂટુ પાડેલું પનીર નાખીને ઝડપથી હલાવી પૂરણ બનાવો.
લોટમાંથી લુવા પાડી મોટી પુરી વણી તેનાં બે ટૂકડા કરી તેને કોનનાં આકારમાં વાળી લો. તેમાં કોબી પનીરનું મિશ્રણ ભરીને તેને કોનના શૅપમાં બંધ કરી દો.
કડાઈમાં તેલ ગરમ મુકો, તેલ એકદમ ગરમ થાય એટલે બધાં કોનને તળી લો.
ગરમાગરમ કોન કૅચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.

No comments: