પીપર પાક
સામગ્રી :
પીપર ૫૦ ગ્રામ,
તજ-જાવંત્રી ૧૧ ગ્રામ,
દૂધ ૨ લિટર,
સૂંઠ ૭ ગ્રામ,
ખાંડ ૧ કિલો,
એલચી ૫ ગ્રામ,
વંશલોચન ૫ ગ્રામ,
ચાંદીના વરખ ૫ નંગ
ઘી ૨૫૦ ગ્રામ,
જાયફળ ૩ ગ્રામ.
બનાવવાની વિધિ :
સૌ પહેલાં પીપરનો પાઉડર તૈયાર રાખો. ત્યારબાદ એલચી, તજ, જાવંત્રી, જાયફળ, વંશલોચન અને સૂંઠના પાઉડર પણ તૈયાર રાખો. દૂધ ઉકાળીને તેમાં પીપર નાંખો અને તેનો માવો બનાવો. ખાંડની નરમ ગોળી વળે તેવી ચાસણી રાખો. ત્યારબાદ પીપરવાળા માવામાં ચાસણી તૈયાર થતા પહેલાં ૨૫૦ ગ્રામ ઘી નાંખો ને શેકી લો અને ચાસણીમાં ભેળવી દો. વંશલોચન નાંખો અને બીજાં બધાં વસાણાં પણ નાંખી દો. બધું સરખી રીતે ભેળવી દો. અને તેને હલાવીને ઘીવાળી થાળીમાં પાથરી દો. પછી તેનાં ટુકડા કરો. ઉપરથી વરખ લગાવી દો. તેને લગભગ ૩૦ થી ૫૦ ગ્રામ જેટલો નિત્ય પ્રભાતે ખાવો, જેથી લાભદાયી રહેશે.

No comments:
Post a Comment