Friday, January 21, 2011

મકાઇ પાક



મકાઇ પાક



સામગ્રી :
કૂણી તાજી મકાઇ ૨ નંગ દૂધ ૧૦૦ ગ્રામ,
લીલા નારીયેળનું ખમણ ૧ નંગનું,
એલચી પાઉડર થોડો,
સાકર ૨૦૦ ગ્રામ,
ઘી ૨ થી ૩ ચમચી.
બનાવવાની વિધિ :
પ્રથમ મકાઇના દાણા ફોલી, તેને પ્રેશર કૂકરમાં થોડા પાણીમાં બાફીને ધોઇ લો. પછી તેને ક્રશરમાં વાટી લો. ત્‍યારબાદ તેને બીજી તપેલીમાં ઘી મૂકી જરા શેકી લો. કડાઇમાં દૂધ ગરમ કરી ઉકાળો. પછી તેમાં મકાઇ, કોપરાનું ખમણ, સાકર કે ખાંડ નાંખી સાથે ઉકાળતાં, હલાવતાં રહો. બધું દૂધ ઘટ્ટ થઇ જઇ, પાક જેવું થાય ત્‍યારે તેમાં એલચી નાંખી ઉતારી લઇ, ઘી ચોપડેલી થાળીમાં ઠારીને તે દબાવી લો. પછી છરીથી તેના ચકતા પાડી લો.
આ પણ શકિત, સ્‍ફૂર્તિ અને પુષ્ટિવર્ધક ઉત્તમ પાક છે. ઉપયોગ કરી લાભ લેશો.

No comments: