ચ્યવનપ્રાશ અવલેહ (જીવન)
સામગ્રી :
તાજા રસીલા આંમળાં ૨.૨૫ કિલો,
મધ ૨૦૦ ગ્રામ,
ખાંડ ૩.૫ કિલો
વાંસકપૂર ૫૦ ગ્રામ,
એલચી ૫ ગ્રામ,
આસન ૫ ગ્રામ,
બદામ ૧૦ ગ્રામ,
બરાસપૂર ૫ ગ્રામ,
તજ-લવિંગ ૫-૫ ગ્રામ,
તમાલપત્ર ૫ ગ્રામ,
અવક, ચિપ્રક ૫-૫ ગ્રામ.
કેસર ૨ ગ્રામ
બનાવવાની વિધિ :
પહેલાં તો આમળાને ધોઇ લો. ત્યારબાદ તેમાં વાંસની સળી કે સ્ટીલના કાંટા વડે કાણાં પાડી લો. અને તેને ૧ રાત માટે ચૂનાના નિતર્યા પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે તેને પાણીથી ધોઇ લો. અને પ્રેશર કૂકરમાં બાફી લો. અધકચરા બફાઇ જતાં બહાર કાઢીને ઠંડા પાડો અને તેના ઠળિયા કાઢી લો. આમળાનો ગર્ભ મિકસીમાં ક્રશ કરી લો અને તેને કપડા વડે ગાળી લો. ત્યાર બાદ સ્ટીલના તપેલામાં આમળાંનું બાફેલું વધારાનું પાણી નાંખો અને તેમાં ખાંડ પણ નાંખો. તેને ગરમ કરી તેમાં દોઢતારની ચાસણી બનાવો. ત્યારબાદ તેમાં આમળાનો માવો નાખીને ફરી તાપ પર રાખો અને હલાવતા રહો. ઘટ્ટ કરો. તે ઘટ્ટ થતાં તેમાં ઓસડીયાના ચૂર્ણ ભેળવી દો. છેલ્લે કપૂરચૂર્ણ અને કેસરને ઘૂંટીને ઉમેરો. મધ પણ ભેળવી દો. ચાંદીના વરખ કાપીને ભેળવો. સરખું હલાવીને રાખો ઠંડું પડતાં સાફ બોટલમાં ભરી લો.
લાભ :
આયુર્વેદનું આ એક ઉત્તમ ટોનિક છે. તે બારેમાસ લઇ શકાય છે. નાનામોટા દરેકને માટે આ ‘જીવન’ એક ખરેખર જીવનદાતા છે. શરીરમાં શકિત, સ્ફૂર્તિ, પુષ્ટિ આવે છે. કાયમ નબળા માંદા તેમજ અવારનવાર બીમાર પડી જતા રોગીઓ માટે તે ઉત્તમ રોગપ્રતીકારક છે અને શકિતદાતા છે. તે રોજ ૫ થી ૧૦ ગ્રામ જેટલું લઇને ઉપર દૂધ પીવાથી ઉત્તમ લાભ મળે છે.

No comments:
Post a Comment