Wednesday, January 12, 2011

મકાઈનાં ભજિયાં

મકાઈનાં ભજિયાં


જરૂરી સામગ્રી :
(૧) મકાઈનાં કુમળાં ડૂંડા : ૨
(૨) લાલ મરચાં : અડધી ચમચી
(૩) મીઠું : પ્રમાણસર
(૪) ધાણાજીરું : અડધો ચમચો
(૫) લીલું મરચું : ૧ ઝીણું સમારેલું
(૬) ચણાનો લોટ : ૩ વાટકી
(૭) હળદર : ૧/૪ ચમચી
(૮) સોડા : ચપટી
(૯) કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી
(૧૦) તેલ : તળવા માટે.�
બનાવવાની રીત :
મકાઈ છીણીને દાણા કાઢો. ચણાના લોટમાં પ્રમાણસર પાણી નાખી ભજિયાં માટેનું ખીરું તૈયાર કરો. તેમાં છીણેલી મકાઈ અને બધો મસાલો નાખી બરાબર હલાવી ગરમ કરેલા તેલમાં ભજિયાં ઉતારો. આ મકાઈનાં ભજિયાં ગરમાગરમ લીલી ચટણી અને સોસ સાથે ખાવાથી સ્વાદિષ્‍ટ લાગે છે.

No comments: