રવાની કટલેસ
જરૂરી સામગ્રી :
(૧) રવો : ૨૫૦ ગ્રામ
(૨) ગરમ મસાલો : ૧ ચમચી
(૩) લીલા નાળિયેરનું ખમણ : અડધી વાટકી
(૪) ગોળ : ૧ નાનો ટુકડો
(૫) કોથમીર : ૨ ચમચા
(૬) પાણી : ૧ લિટર
(૭) ખાંડ : ૩ ચમચી
(૮) લીલા વટાણા : અડધો કિલો
(૯) લીંબુ : સ્વાદ પ્રમાણે
(૧૦) લીલાં મરચાં : ૧૦
(૧૧) તેલ.
બનાવવાની રીતઃ
૧ લિટર પાણીને ગરમ કરી, ઊકળે એટલે તેમાં ગોળનો ટુકડો નાખી, બધો રવો ધીમે ધીમે નાખતા જવું અને હલાવતા જવું. જ્યારે ખીરા જેવું રંધાઈ જાય એટલે નીચે ઉતારી લેવું. વટાણા અધકચરા કરી ૧ ચમચો તેલમાં સાંતળી લો.
વટાણાને રવામાં મિક્સ કરી તેમાં લીલાં મરચાં (ઝીણા વાટી) કોથમીર, લીલું કોપરાનું ખમણ, મીઠું બધું બરાબર નાખી પૂરણ જેવું બનાવી તેની સરખી કટલેસ બનાવવી. પછી તેને ગરમ કરેલા તેલમાં તળીને ખાવાના ઉપયોગમાં લેવી. ગરમ ગરમ કટલેસ સોસ અને લીલી ચટણી સાથે પીરસવી.

No comments:
Post a Comment