કાજુકતરી
દિવાળી નજીક છે ત્યારે હું તમને આજે વાત કરીશ દિવાળીની પ્રસિદ્ધ મિઠાઈ કાજુકતરી બનાવવાન રીત વિશે. આ કાજુકતરી અગાઉના વર્ષમાં બહુ પ્રસિદ્ધ ન હતી પરંતુ પાછલા કેટલાક વર્ષોથી તો કાજુકતરી જાણે દિવાળીની બાય ડિફોલ્ટ મિઠાઈ થઈ ગઈ છે.અહીં મારે એક વાત ખાસ કહી દેવાની કે જેમને કફ થવાની સમસ્યા રહેતી હોય તેમણે કાજુકતરી ખાવાનું ટાળવુ.તો અન્ય સૌએ પણ બહુ કાજુકતરી ખાવાથી તો દૂર રહેવુ જ. કાજુકતરી ક્યાંક આપના ગળા માટે કફકતરી ન બની જાય એનું ધ્યાન રાખવુ અને મર્યાદામાં ખાવી.
સામગ્રી: બસો ગ્રામ કાજુ, ૧૦૦ ગ્રામ ખાંડ, ૧ ટી સ્પૂન ઘી, વરખ
રીત: ખાંડ લઈને ખાંડ ડૂબે એટલુ પાણી ઉમેરી સ્ટવ પર લઈ ચાસણી કરો. જો મેલ દેખાય તો ઉકળે એટલે સહેજ દૂધ નાખીને મેલ કાઢી નાખવો. ટપકું મૂકો તો ખસે નહીં તેવી ત્રણ તારની ચાસણી તૈયાર થઈ ગયેલી જણાય એટલે કાજુનો ભૂકો કરીને ચાસણીમાં નાખો અને મિશ્રણને સારી એવી હલાવો.રોટલો વણાય એવું બંધારણ થયેલુ જણાય એટલે તેમાં ૧ ચમચી ઘી નાખી સારી પેઠે હલાવી સ્ટવથી નીચે ઉતારો અને બે પ્લાસ્ટિક વચ્ચે મૂકી વણો. વરખ લગાડીને કાપા કરો. કાજુકતરી તૈયાર.
Tuesday, January 25, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment