સામગ્રી :-
૨૫૦ ગ્રામ નાના સુરતી રવૈયા
૨૫૦ ગ્રામ નાની બટાકી (મોટુ બટાકુ સમારીને પણ નાખી શકાય )
૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ (ધીમા ગેસ પર વાસણમાં કોરો શેકવો)
૨ ટેબલ સ્પૂન શેકેલી સીંગનો ભૂકો
૩ ટેબલ સ્પૂન કોપરાનું છીણ
૩ ટેબલ સ્પૂન ગોળ આમલીનો રસો
(અથવા)
૩ ચમચી લીંબુનો રસ અને ૩ ચમચી ખાંડ
૨ ટી સ્પૂન તેલ
૨ ટી સ્પૂન લાલ મરચુ
૨ ટી સ્પૂન ધાણાજીરુ
૨ ટી સ્પૂન ગરમ મસાલો
૨ ટી સ્પૂન હળદર
૨ ટી સ્પૂન વાટેલુ લસણ (Optional)
૨ ટી સ્પૂન તલ
મીઠુ સ્વાદ પ્રમાણે
વઘાર માટે :
૩ ટેબલ સ્પૂન તેલ
૧/૨ ચમચી રાઈ
૧/૨ ચમચી જીરુ
૧ ચપટી હીંગ
રીત :-
રવૈયા ધોઈ દરેકમાં ચાર કાપા કરી ૨ ૩ મિનિટ મીઠાના પાણીમાં રાખો. ત્યારબાદ ઉપર લખેલો બધી જ સામગ્રી (વઘાર સિવાયની) એક વાસણમાં સારી રીતે મિક્સ કરી રીંગણમાં અને બટાકામાં ભરી લો. એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો. રાઈ તતડી જાય ત્યારે હીંગ નાખી રીંગણ અને બટાકા વઘારો. ૨ થી ૩ મિનિટ પછી ભરતા વધેલો બધો જ મસાલો નાખી ૧ કપ પાણી નાખો. હલાવીને ધીમા ગેસ પર ચડવા દો.
૫ મિનિટ પછી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને કોપરુ ભભરાવી ગરમ ગરમ પીરસો.
આ જ શાક કૂકરમાં જો બનાવીએ તો ઉપર બતાવ્યા પ્રમાણે જ વઘાર કરીને એક જ સીટી વાગવા દઈ ગેસ બંધ કરી દો.
No comments:
Post a Comment