ખીરા પાક

ગાય કે ભેંસનું ખીરું ૫૦૦ ગ્રામ,
ખાંડ ૧૦૦ ગ્રામ,
દૂધ ૫૦૦ ગ્રામ,
બદામ પીસ્તા થોડા,
એલચી ૩ ગ્રામ,
જાયફળ ૨ ગ્રામ.
બનાવવાની વિધિ :
સૌ પ્રથમ ખીરાને અને દૂધને એક વાસણમાં ભેગું કરીને ખાંડ નાંખો. તેને હલાવીને થાળીમાં રાખો. તેની પર બદામ પીસ્તા વગેરેનો ચૂરો છાંટો. તેને ઢોકળાની જેમ વરાળે બાફી લો. થોડીવારમાં તે તૈયાર થતાં તેને નીચે ઉતારી લો. પછી તેનાં ચોસલા પાડીને પીરસી દો. તે પણ સ્વાદિષ્ટ છે.
No comments:
Post a Comment