Friday, January 21, 2011

મેવા પાક



મેવા પાક



સામગ્રી :
કાજુ ૧૦૦ ગ્રામ,
મગજતરીનાં બી ૨૦૦ ગ્રામ,
ચારોળી ૧૦૦ ગ્રામ,
ખાંડ ૨૫૦ ગ્રામ,
દૂધ ૩૦૦ મિલી,
ઘી ૧૦૦ ગ્રામ,
એલચી ૩ ગ્રામ,
જાયફળ ૨ ગ્રામ.
બનાવવાની વિધિ :
ઉપરના બધા મેવા એટલે કે ચારોળી, કાજુ અને મગવતરીનો પાઉડર કરીને ચાળી લો દૂધ ઉકાળો તેમાં બધો મસાલો નાંખો અને તેને ઘટ્ટ થવા દો. ત્‍યારબાદ તેમાં ખાંડ નાંખીને હલાવતા રહો. ઘટ્ટ લચકો તૈયાર થવા આવે ત્‍યારે તેમાં ઘી નાંખીને પાછું હલાવો. જયારે ઘી છૂટું પડે ત્‍યારે નીચે ઉતારી એલચી-જાયફળનો પાઉડર પણ નાંખી દો. અને તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળીને કાપા પાડો. આ પાક બાળકના માટે ખૂબ જ ગુણકારી છે.

No comments: