માવાનો આઇસક્રીમ

(૧) દૂધ : ૧ લિટર
(૨) સાકર : ૧૦૦ ગ્રામ
(૩) માવો : ૨૦૦ ગ્રામ
(૪) એલચી : ૨ નંગ
(૫) કેસર : ચપટી.�
બનાવવાની રીત :
સૌ પ્રથમ માવાને સાધારણ શેકો. ઠંડો પડતાં હથેળીમાં રગદોળી લો. દૂધને ઉકાળો. ઊભરો આવતાં ગેસ ધીમો કરી પાંચ મિનિટ સુધી ઉકાળો. પછી તેમાં માવો, સાકર અને અધકચરી કરેલી એલચી નાખી હલાવો. પછી દૂધને થોડી વારે હલાવતાં ૧૫ મિનિટ સુધી ઊકળવા દો. આ પ્રમાણે દૂધ ગાઢું થઈ જશે. આનો સ્વાદ અનોખા પ્રકાનો લાગશે. પછી તેમાં કેસર નાખી દો. હવે આ દૂધને આઇસક્રીમની ટ્રેમાં ભરી ફ્રીજમાં મૂકી જમાવી દો.
No comments:
Post a Comment