Wednesday, January 12, 2011

ટમાટર સોસ



ટમાટર સોસ



જરૂરી સામગ્રી :
(૧) લાલ ટમાટર : ૧ કિલો
(૨) મીઠું : પ્રમાણસર
(૩) લાલ મરચાંની ભૂકી : ૨ થી અઢી ચમચી
(૪) સાકર : ૧૨ ચમચી
(૫) ગરમ મસાલો : દોઢ ચમચી
(૬) સોડિયમ બેન્ઝોઈટ
(૭) વીનેગાર.
બનાવવાની રીત :
ટમાટરને વચ્ચેથી કાપીને પાણી વગર બાફવાં. બફાઈ ગયા બાદ તેને ચાળણીથી ગાળી લઈ એક તપેલામાં ઊકળવા મૂકો. તેમાં પ્રમાણસર મીઠું અને અડધા ભાગની સાકર નાખી દેવી અને તેને ખૂબ જ હલાવતા રહેવું (હોય તો લાકડાના ચમચાથી હલાવવું.) ૨૦ થી ૨૫ મિનિટ બાદ બીજી સાકર, ગરમ મસાલો અને લાલ મરચાંને એક પાતળા કાપડમાં મૂકી બાંધી પોટલી બનાવીને તેમાં નાખવાં. ઘટ્ટ થવા આવે ત્યારે ડીશમાં એક ટપકું પાડીને જોવું જો ફેલાય નહીં તો સમજવું સોસ તૈયાર થઈ ગયો.
અડધી ચમચી વિનેગારમાં સોડિયમ બેન્ઝોઈટ નાખી બરાબર ભેળવો. સોસ બોટલમાં ભરતાં પહેલાં તેમાં આ વિનેગાર નાખી બરાબર હલાવી સોસ બોટલમાં ભરવો.

No comments: