કોપરા પાક

કોપરા ખમણ ૫૦૦ ગ્રામ,
મીઠો પીળો રંગ થોડો,
ખાંડ ૩૭૫ ગ્રામ,
બેકિંગ પાઉડર ૨ ગ્રામ,
એલચી ૬ નંગ,
ઘી ૧૦ ગ્રામ.
બનાવવાની વિધિ :
સૌ પહેલાં ખાંડ અને થોડું પાણી એક વાસણમાં નાંખીને તેને ગરમ કરો. અને તેની ૨ તારની ચાસણી બનાવી લો. ચાસણી તૈયાર થઇ ગયા બાદ તેમાં બેકિંગ પાઉડર નાંખો અને હલાવો અને તરત જ કોપરા ખમણ તેમજ એલચી પાઉડરને તેમાં નાંખી દો. ખૂબ હલાવો અને ઘટ્ટ કરી દો. તે વધુ ઘટ્ટ થતાં તરત જ તેને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દો. થોડું ઠંડું થતાં તેના કાપા પાડી લો? એન પછી તેને ડબ્બામાં ભરી દો.
No comments:
Post a Comment