કેરીનો આઇસક્રીમ

(૧) દૂધ : ૪ કપ
(૨) સાકર : અડધો કપ
(૩) હાફૂસ કેરી પાકી : નંગ ૬.
બનાવવાની રીત :
દૂધ ઉકાળીને ઠંડું કરવું. કેરીને છોલી તેના નાના ટુકડા કરવા. ગોટલી કાઢી નાખવી. પછી તેમાં સાકર નાખી બરાબર હલાવીને મિક્સ કરવું. પછી તેને ચાળણીથી ગાળી લેવું. આમ તૈયાર થયેલો કેરીનો રસ અને ઠંડું દૂધ મિક્સ કરવાં. આમ તૈયાર થયેલા કેરીના આઇસક્રીમના મિક્ચરને આઇસક્રીમની ટ્રેમાં લઈ ફ્રીજરમાં આઇસક્રીમ થવા મૂકવું.
No comments:
Post a Comment