Wednesday, January 12, 2011

લાલ ચણાનું રાયતું



લાલ ચણાનું રાયતું



જરુરી સામગ્રી :
(૧) ચણા : ૫૦ ગ્રામ
(૨) હીંગ (૩) નમક
(૪) જીરું : વાટેલું
(૫) કોથમીર : ૨ ચમચી ઝીણી સમારેલી
(૬) દહીં : ૫૦૦ ગ્રામ (૭) જીરુ
(૮) લાલ મરચાંની ભૂકી
(૯) લીલાં મરચાં ૨ ઝીણાં સમારેલાં
(૧૦) ફૂદીનો.�
બનાવવાની રીત :
ચણાને ૮ થી ૧૦ કલાક પલળવા દઈને બાફી લો. ચણા ઠંડા થઈ જાય એટલે મિક્સરમાં અધકચરા પીસી લો. દહીંને વલોવી મતેમાં ચણા નાખી હીંગ અને જીરાનો વઘાર કરી તેમાં ૧/૪ ચમચી લાલ મરચાં નાખી વઘાર કરવો. પછી તેને લીલાં મરચાં અને કોથમીર-ફૂદીનાથી સુશોભિત કરો.

No comments: