Friday, January 21, 2011

ગાજરનો હલવો



ગાજરનો હલવો



સામગ્રી :
ગાજર - ૫૦૦ ગ્રામ,
ખાંડ - ૪૦૦ ગ્રામ,
દૂધ - ૩ કપ,
ઘી - એક-દોઢ ચમચો,
એલચીનો પાઉડર - સ્વાદ મુજબ,
ચાંદીનો વરખ - સજાવટ માટે
રીત :
ગાજરને સારી રીતે છોલી છીણી લો. પહોળી તપેલીમાં ઘી ગરમ મૂકી તેમાં ગાજરના છીણને સાંતળો. સહેજ ચડી જાય એટલે તેમાં દૂધ રેડી સતત હલાવતાં રહો. ખાંડ ભેળવીને પછી બધું દૂધ શોષાઇ જાય પછી એલચીનો પાઉડર ભેળવો. ઇરછો તો હલવામાં માવો મસળીને મિકસ કરો. હલવો તૈયાર થઇ જાય એટલે કે ગાજર બફાઇ જાય એટલે આંચ પરથી ઉતારીને એક થાળીમાં ઠારી દો. ઉપર સજાવટ માટે ચાંદીનો વરખ લગાવો.

No comments: