નાળિયેરના વડા

100 ગ્રામ લીલા નાળીયેરનું છીણ
1 ચમચી લાલ મરચું
1 ચમચી જીરું
1 ચમચી વરિયાળી
4નંગ લીલા મરચાં
ઝીણી સમારેલી કોથમીર
ચપટી હિંગ
મીઠું સ્વાદ અનુસાર
ચણાનો લોટ જરૂર પ્રમાણે
તેલ (મોણમાં નાખવા અને તળવા માટે)
રીત :-
લીલાં નાળિયેરની છીણમાં લાલ મરચું, જીરું, વરિયાળી, સમારેલા લીલાં મરચાં, સમારેલી કોથમીર, હિંગ અને મીઠું મિકસ કરો. હવે તેમાં જરૂર જેટલો ચણાનો લોટ ઉમેરો. તેમાં અડધો ચમચો તેલનું મોણ નાખી લોટ બાંધી લો. તેના મૂઠિયાં બનાવીને બાફી લો. બાફેલા મૂઠિયાને 20-25 મિનિટ માટે કોરા કપડા પર રહેવા દો. ત્યારબાદ એ મૂઠિયાને દાબીને વડા જેવો આકાર આપી તેલમાં તળીને ચટણી સાથે સર્વ કરો.
No comments:
Post a Comment