કેળા પાક

પાકાં કેળાં ૬ નંગ
ખાંડ ૧૦૦ ગ્રામ,
દૂધ ૮૦૦ મિલી
એલચી ૭ નંગ
ગુલાબજળ ૫ મિલી
ચારોળી ૨૫ ગ્રામ
બનાવવાની વિધિ :
કેળાને છોલીને તેનો સ્મશર વડે માવો બનાવી લો દૂધને ખૂબ ઉકાળો અને ઠંડું પાડો. ત્યારબાદ દૂધમાં કેળાનો માવો, ખાંડ, એલચી પાઉડર અને ગુલાબજળ નાંખો અને એક રસ બનાવો. તૈયાર થતાં ચારોળી તથા થોડા કેળાનાં ટુકડાં વેરી દો અને તેને ગરમ ગરમ ભોજનમાં પીરસી દો. પુરી સાથે ખાવાની પણ મઝા આવે છે.
No comments:
Post a Comment