લાલ ચણાની કટલેસ
જરૂરી સામગ્રી :
(૧) લાલ ચણા : ૨૦૦ ગ્રામ
(૨) લીલાં મરચાં : ૪
(૩) ગરમ મસાલો : ૨ ચમચી
(૪) મીઠું : પ્રમાણસર
(૫) ત્રણધારી કાચાં કેળાં ૨
(૬) કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી
(૭) હળદર : ૧/૪ ચમચી
(૮) લીંબુનો રસ : સ્વાદ પ્રમાણે
(૯) તેલ.
બનાવવાની રીત :
ચણાને ૩ થી ૪ કલાક પલળવા દઈ બાકી લેવા. ઠંડા થાય એટલે અધકચરા વાટી લેવા. કેળાંને બાફી છાલ કાઢી તેનો છુંદો કરી ચણાની સાથે ભેળવવા. પછી તેમાં બધો મસાલો નાખી કોથમીર, લીલાં મરચાં, લીંબુનો રસ નાખી સ્વાદિષ્ટ કટલેસનો મસાલો તૈયાર કરવો. પછી એક કડાઈમાં ૧ ચમચો તેલ ગરમ કરી બધો મસાલો તેમાં નાખી બરાબર હલાવી ૩ મિનિટ તાપ ઉપર રાખી લઈ લેવું. પછી ઠંડુ થાય એટલે તેમાંથી ગમતા આકારની કટલેસ બનાવી તવા ઉપર થોડું થોડું તેલ નાંખી ધીમા તાપે કટલેસ શેકવી.

No comments:
Post a Comment