Wednesday, January 12, 2011

મગની દાળનાં સમોસાં



મગની દાળનાં સમોસાં



જરૂરી સામગ્રી :
(૧) મગની દાળ : દોડ કપ
(૨) હળદર : ૧/૪ ચમચી
(૩) લીંબુનો રસ
(૪) મીઠું : સ્વાદ પ્રમાણે
(૫) લીલાં મરચાં : ૨
(૬) ધાણાજીરું : ૧ ચમચી
(૭) લાલ મરચાં : ૧ ચમચી
(૮) તેલ
(૯) ૧૫ રોટલી સમોસા માટે.
બનાવવાની રીત :
મગની દાળને બાફીને વાટવી. (દાળમાં પાણીનો કસ રહેવો જોઈએ નહિ.) પછી એક વાસણમાં થોડું તેલ ગરમ કરી ઝીણાં સમારેલાં લીલાં મરચાં નાંખી વાટેલી દાળ નાખી થોડી વાર હલાવો. પછી તેમાં હળદર, લાલ મરચાં, ધાણાજીરું, મીઠું નાંખી બરાબર ભેળવી, લીંબુનો રસ (જરૂરત લાગે તો વધારે લેવું) નાખી બરાબર હલાવી ગેસ ઉપરથી લઈ લેવું. પછી આ પુરણ અડધી કાપેલી રોટલીમાં ભરી મેંદાની લાઈથી કિનાર ચીટકાડી બરાબર બંધ કરી કડાઈમાં ગરમ કરેલા તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળવા અને દહીંની ચટણી સાથે પીરસવા.

No comments: