દહીં પેટીસ
જરૂરી સામગ્રી :
(૧) વટાણાના દાણા : ૧ કપ
(૨) કાચા ત્રણધારી કેળાં ૩
(૩) મોળું દહીં : દોઢ કપ
(૪) ચણાનો લોટ : અડધો કપ
(૫) સ્લાઇસ બ્રેડ : ૫
(૬) રાઈ : ૧/૨ ચમચી
(૭) મીઠું : પ્રમાણસર
(૮) ખાવાનો સોડા : ચપટી
(૯) ગરમ મસાલો : અડધી ચમચી
(૧૦) લીલાં મરચાં ૨ થી ૩
(૧૧) કોથમીર : થોડી ઝીણી સમારેલી
(૧૨) લાલ મરચાંની ભૂકી ૧/૨ ચમચી.
બનાવવાની રીત :
પ્રથમ કેળાંને છોલી બાફીને તેનો છૂંદો કરવો. બ્રેડને થોડીવાર પાણીમાં પલળવા દઈ તેનું પાણી દાબીને કાઢી લઈ બ્રેડને કેળાંના છુંદા સાથે મિક્સ કરી તેમાં મીઠું, મરચાંની ભૂકી નાંખી મિક્સ કરવું.
વટાણા બાફીને છુંદી લેવા. એક ચમચી તેલ ગરમ કરીને તેમાં રાઈનો વઘાર કરી, વટાણા નાંખી મીઠું, ગરમ મસાલો, ઝીણાં સમારેલાં લીલાં મરચાં થોડી કોથમીર નાખી સ્વાદિષ્ટ ભરવાનો મસાલો તૈયાર કરવો. હવે કેળાંના નાના નાના લુઆ લઈ તેને હથેળીમાં દાબી વચ્ચે ભરવાનો મસાલો ભરી ગોળ વડાની જેમ બંધ કરી દેવા. હવે ચણાના લોટમાં પ્રમાણસર પાણી, સોડા, મીઠું નાખી જાડું ખીરું તૈયાર કરવું. એક એક પેટીસ આ ખીરામાં બોળીને પછી ગરમ કરેલાં તેલમાં સોનેરી લાલ તળવી. હવે દહીંને રવઈથી ભાંગવું. એક સપાટ ડીશમાં પેટીસ બરાબર ચારે બાજુ ફરતું દહીં નાંખી ઉપર કોથમીર ભભરાવી પીરસવું. ચટણી સામગ્રી :
(૧) ખજૂર : ૬૦ ગ્રામ
(૨) મીઠું : પ્રમાણસર
(૩) સંચળ
(૪) આંબલી : ૩૦ ગ્રામ
(૫) લાલ મરચાં : ચમચી
(૬) જીરું : એક ચમચી.
બનાવવાની રીતે :
સૌ પ્રથમ ખજૂર અને આંબલીમાંથી ઠળિયા કાઢી વાટી લઈ તેમાં લાલ મરચાં, મીઠું, સંચળ, જીરું સ્વાદ પ્રમાણ નાખી ચટણી બનાવવી.

No comments:
Post a Comment