Wednesday, January 12, 2011

દહીં પકોડી



દહીં પકોડી




જરૂરી સામગ્રી :
(૧) ઘઉંનો લોટ : ૨ કપ
(૨) સોડા : ચપટી
(૩) મીઠું : પ્રમાણસર.
(૪) તેલ : તળવા માટે
ચટણી :
(૧) આંબલી : ૫૦ ગ્રામ
(૨) સંચળ
(૩) મીઠું : પ્રમાણસર
(૪) જીરાળું
(૫) લાલ મરચાંની ભૂકી
(૬) ગોળ : ૫૦ ગ્રામ
(૭) જીરું (૮) દહીં
(૯) જીરું વાટેલું.
બનાવવાની રીત :
પકોડી :
ઘઉંના લોટમાં ચપટી સોડા અને મીઠું નાખી ખીરું બનાવી ગરમ તેલમાં (નાના ભજિયા જેટલી) પકોડી ગુલાબી થાય ત્યાં સુધી તળવી. પછી ગરમ પકોડી મીઠાવાળા પાણીમાં નાખવી. થોડીવારમાં જ્યારે પકોડી નરમ થઈ જાય ત્યારે તેને પાણીમાંથી કાઢી હળવા હાથે પાણી કાઢી નાંખી એક વાસણમાં લઈ લેવી.
ચટણી :
આંબલી અને ગોળને મિક્સ કરી ચટણી બનાવી તેમાં મીઠું, સંચળ, વાટેલું જીરું નાખી સાધારણ પાતળી ચટણી બનાવવી. દહીં વલોવી લેવું. અડધી પકોડીને મીઠી ચટણીમાં નાંખી દેવી. હવે પીરસતી વખતે એક ઊંડી ડીશમાં અથવા કાચના વાટકામાં અડધી ચટણીવાળી અને અરધી સાદી પકોડી લઈ તેની ઉપર દહીં નાંખી ઉપરથી મીઠું, વાટેલું જીરું, લાલ મરચાંની ભૂકી ભભરાવો. પછી ખાવાના ઉપયોગમાં લેવું.

No comments: